Vadodara

વડોદરા : રિધમ હોસ્પિટલના નડતરરૂપ પાર્કિંગ વિરુદ્ધ કાર્યવાહી કરાશે : ડીસીપી ટ્રાફિક

અમારી ટીમ દ્વારા સ્થળ પર ચકાસણીને કરાશે : જ્યોતિબેન પટેલ

સોસાયટીના લોકો દ્વારા અન્ય સ્થળે પાર્કિંગ ખસેડવા વારંવાર કહેવા છતાં સંચાલકોના પેટનું પાણી હાલતુ નથી

પ્રતિનિધિ વડોદરા તા.20

રિધમ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દર્દીઓ,તેમના સંબંધીઓ તથા સ્ટાફના વાહનો જાહેર રોડ પર આડેધડ પાર્ક કરાતા હોવાના કારણે બાજુની સોસાયટી તથા રોડ પરથી અવર જવર કરતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પાર્કિંગ કરેલા વાહનોના ક્યારેક અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. ટ્રાફિક ડીસીપી દ્વારા આ બાબતે સ્થળ ચકાસણી કરી જો ગેરકાયદે પાર્કિંગ જણાશે તો વાહનો ડીટેઇન કરવા સાથે સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.

વડોદરા શહેરના સમા વિસ્તારમાં રિધમ હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલના સંચાલકોની દાદાગીરીના કારણે સ્થાનિક સહિતના લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. સંચાલકોએ પોતાના હોસ્પિટલમાં દર્દીઓ સહિતના સ્ટાફના વાહનો માટે કોઇ પાર્કિંગની વ્યવસ્થા કરાઇ નથી. પરંતુ સંચાલકોએ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પોતાની મોંઘીદાટ કાર મુકી અન્ય વાહનો ગેરકાયદે જાહેર રોડ પર પાર્ક કરાવતા હોય છે.આ લોકો દ્વારા આડેધડ વાહનપાર્ક કરાતા હોવાના કારણે સ્થાનિક લોકો સહિત ત્યાં ધંધો કરતા વેપારીઓના મુશ્કેલી પડી રહી છે. પરંતુ હોસ્પિટલના સત્તાધીશોને ભલે અન્ય લોકોને વિપદા પડી રહી હોય પરંતુ તેમના પેટનું પાણી હાલતુ નથી. ત્યારે કોઇ પાલિકાના અધિકારીઓ અને રાજકીય નેતાઓના હાથના હોવાના કારણે તેઓ કોઇને ગાંઠતા નથી. ત્યારે ટ્રાફિક ડીસીપી જ્યોતિબેન પટેલને રિધમ હોસ્પિટલના સંચાલકો દ્વારા જાહેર રોડ પર કરાતા ગેરકાયદે પાર્કિંગના કારણે લોકોને મુશ્કેલી પડે છે તે બાબતે પુછતા તેઓએ આ બાબતે સ્થળ પર ચકાસણી કરાશે અને જો ગેરકાયદે તથા ટ્રાફિકના અડચણ રૂપ પાર્કિંગ દેખાશે તો વાહનો ડીટેન કરવા સાથે હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કરાશે.

Most Popular

To Top