અયોધ્યા ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ પ.પૂ.રાષ્ટ્રીય સંત ગોવિંદ દેવગીરીજી મહારાજે હિન્દુઓ પર થતા અત્યાચારની નિંદા કરી
( પ્રતિનિધિ )વડોદરા,તા.6
વડોદરા મનપા દ્વારા રાખવામાં આવેલ કાર્યક્રમમાં અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ અને રાષ્ટ્રીય સંત શ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારની નિંદા કરી સરકારને પણ ચેતવણી આપી છે. તેમણે પાકિસ્તાનમાં ઘુસીને મારવાનો આ સમય છે તેમ આપેલા નિવેદનમાં જણાવ્યું છે.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા ચૂંટણી વોર્ડ નં 4 માં 30 મીટર રોડને મહર્ષિ દધીચી ઋષિ માર્ગ નામકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ અને રાષ્ટ્રીય સંત શ્રીશ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજ ઉપસ્થિત રહ્યા તેમણે ઉપસ્થિત મીડિયાને આપેલા નિવેદનમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે નિંદા કરી સરકારને પણ ચેતવણી આપી હતી. વધુમાં તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જેટલા પણ અત્યાચાર થઈ રહ્યા છે જેનો હું અત્યંત નિષેધ કરું છું અને સરકાર માટે અમે પ્રાર્થના અને ચેતવણી પણ આપીએ છે કે તમે પાકિસ્તાન માટે જે ઘોષણા કરી હતી કે અમે ઘૂસીને મારીશું તો ઘુસીને મારવાનો આજ સમય છે. આ સમયે કેન્દ્ર સરકારે જઈ બાંગ્લાદેશમાં હિન્દુઓને બચાવવા માટે જે બધું જ કરવું જોઈએ જે કેન્દ્ર સરકાર કરી શકે છે.