Vadodara

વડોદરા: રાત્રિ બજારના કંપાઉન્ડમા કારમાં બેઠેલા પત્ની અને ત્રણ દીકરીઓની તાકાઝાકી કરતા ઝઘડો, મારામારી કરતા ફરિયાદ

કારમાં પત્ની અને ત્રણ દીકરીઓ બેઠા હતા ત્યારે તાકઝાક કરી ગાડીનો દરવાજો ખોલી છોકરીઓના હાથ પકડતા મારામારી સુધી વાત પહોંચી

બે ઇસમો વિરૂધ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ ) વડોદરા તા 20

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રિ બજાર ખાતે ગયેલા એક પરિવારના સભ્યો પતિ પત્ની અને ત્રણ દીકરીઓ રાત્રી બજારના કંપાઉન્ડમા પોતાની કારમાં બેઠા હતા તે દરમિયાન બે ઇસમો કારમાં તાકાઝાકી કરતા હોય તેઓને પૂછતાં બંને ઇસમોએ ઝઘડો કરી અપશબ્દો બોલી કારનો દરવાજો ખોલી છોકરીઓનો હાથ પકડતા પિતાએ ઠપકો આપતાં બંનેએ ગડદાપાટુનો માર માર્યો હોવાના મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ એન્ડ ટી સર્કલ પાસે રાત્રિ બજાર આવેલું છે જ્યાં બહારથી મોડી રાત્રે આવતા મુસાફરો તથા શહેરના લોકો રાત્રે જમવા, નાસ્તો કરવા માટે આવતા હોય છે અહીં અગાઉ રાત્રી બજારમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો હતો પરંતુ પોલીસ દ્વારા લાલ આંખ કરતાં થોડો સમય શાંતિ જોવા મળી હતી પરંતુ ફરી એકવાર રાત્રિ બજાર વિવાદમાં આવ્યું છે અહીં ગત તા. 20 એપ્રિલના રોજ એક પરિવાર જેમાં પતિ પત્ની અને ત્રણ દીકરીઓ જમવા માટે ગયા હતા અને ત્યારબાદ રાત્રિ બજારના કંપાઉન્ડમા પોતાની કારમાં બેઠા હતા તે દરમિયાન બે ઇસમો કારમાં તાકઝાક કરતા કારના માલિકે તેઓને ટોકતા તે બંને ઇસમોએ અપશબ્દો બોલી કાર માલિકને ગડદાપાટુનો માર માર્યો હતો અને કારનો દરવાજો ખોલી સગીર વયની છોકરીઓની છેડતી કરવાના ઇરાદે તેનો હાથ પકડવાની કોશિશ કરતા સમગ્ર મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેમાં બે ઇસમો નામે જગરૂપસસિગ મેજર સિંગ જોહલ રહે.એ-37,ગુરુનાનક નગર છાણી જકાતનાકા પાસે, તથા મનદીપ સિંગ હરદેવસિગ જોહલ રહે.એ-64, ગુરુ નાનક નગર, છાણી જકાતનાકા પાસે રહેતો હોવાનું સામે આવ્યું છે હરણી પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top