Vadodara

વડોદરા : રાજમહેલ રોડ પર વહેલી સવારે વેપારી પર હુમલો કરી રોકડ રકમની લૂંટ

પ્રતિનિધિ વડોદરા તા.19
વડોદરા શહેરના રાજમહેલ રોડ પર બુધવારે વહેલી સવારે ફ્રૂટના વેપારી પર ઉપર હુમલો કરી રોકડ રકમની લૂંટ કરી લુંટારુ ફરાર થઈ ગયા હતા. ધોળા દહાડે લુટ ની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વેપારીને માથામાં કોઈ હથિયાર મારી જતા રહેતા તેમને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા. રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા શહેર પોલીસ ચોરીની ઘટનાઓ પર કાબુ મેળવવામાં નિષ્ફળ જઈ રહી છે તેના પગલે સતત ચોરીના બનાવ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. પોલીસ કર્મચારીઓની નિષ્ક્રિયતા કારણે હવે લૂંટારુઓની પણ હિંમત ખુલી છે જાણે તેમને ખાખીનો કોઈ ડર જ રહ્યો ન હોય તેમ દિન દહાડે લુટ કરતા હોય છે એવો જ એક કિસ્સો રાજમહેલ રોડ ઉપર બનવા પામ્યો છે. ફ્રુટની લારી ચલાવતા વેપારી વહેલી સવારે રાજમહેલ રોડ ઉપર ખંડેરાવ માર્કેટ ખાતે પોતાના ધંધા માટે ફ્રુટ લેવા નીકળ્યા હતા. તે દરમિયાન ત્રણ બાઈક સવાર શખ્સો તેમની નજીક ઉભા રહ્યા હતા અને એક જણાએ વેપારીના માથા ઉપર ડંડા વડે ફટકા મારવાનું શરૂ કર્યું હતું અને બીજાએ તેમની પાસે રોકડ રકમ લૂંટી લઈ ફરાર થઈ ગયા હતા. માથામાં ઊપરા છાપરી લાકડીના ખટકા માર્યા હોવાના કારણે વેપારી લોહી લુહાણ હાલતમાં જમીન પર ફસાઈ પડ્યા હતા. આસપાસ માંથી ભેગા થઈ ગયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવીને વેપારીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળની પહોંચી ગઈ હતી. ત્યારબાદ એસએજી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા વેપારીના નિવેદનને આધારે લૂંટારુઓને સીસીટીવી ફૂટેજ ના આધારે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top