Vadodara

વડોદરા : રાજમહેલ રોડ પર કાછીયાપોળમાં ચોરી કરવા આવેલા બે તસ્કરને સ્થાનિકોએ પકડી મેથીપાક ચખાડ્યો

પોલીસ બોલાવ્યા બાદ અને ચોરો તેમને સોંપી દેવાયા, પોલીસ પેટ્રોલિંગ સામે પણ ઉઠ્યા સવાલ

સ્થાનિક યુવકો સહિતના લોકોને પોલીસ લઈ જતા તેમના પરિવારજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો

પ્રતિનિધિ વડોદરા તા.31
વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર આવેલી કાછીયાપોળમાં ચોરી કરવા આવેલા ચાર તસ્કરો પૈકી બેને સ્થાનિક લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યા બાદ પોલીસને સો આપ્યા હતા. પરંતુ સ્થાનિક લોકોની પોલીસ લઈ જતા તેમના પરિવારજનોએ પોલીસ સામે જ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તસ્કરો હથિયારો સાથે ચોરી કરવા માટે આવ્યા હોય પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલ ઊભા થયા છે.
વડોદરા શહેરમાં દિવસેને દિવસે તસ્કરો બેફામ બનતા જાય છે અને જાણે પોલીસનો કોઈ પણ પ્રકારનો તેમને ડર ન હોય તેમ બિન્દાસ રીતે ચોરી ને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગુરુવારે મોડી રાત્રિના સમયે રાજમહેલ રોડ ઉપર આવેલી કાછીયા પોળમાં ચાર જેટલા તસ્કરો ચોરી કરવા માટે ત્રાટક્યા હતા. પરંતુ મોડી રાતના શાકભાજી નો ધંધો કરતા વેપારીઓ વહેલી સવારે સયાજીપુરા માર્કેટમાં જવાનું હોય જાગી જતા ચોરો તેમને જોઈને ભાગ્યા હતા પરંતુ સ્થાનિક લોકોએ ચાર પૈકી બે તસ્કરોને ઝડપી પાડી મેથીપાક ચખાડયો હતો. દરમિયાન પોલીસને જાણ કરતા નવાપુરા પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ત્યારે સ્થાનિક લોકોએ ચોરોને પોલીસને સોપ્યા હતા. બે ઘરના તારા તૂટ્યા હોવાનું સ્થાનિક લોકોમાંથી જાણવા મળી રહ્યો છે પરંતુ હજુ સુધી કોઈ કેટલા મત્તાની ચોરી થઈ છે તેની ફરિયાદ નોંધાઈ નથી.
પરંતુ કાછિયાપુરમાં ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેઓ ઘાટ સર્જાયો છે. સ્થાનિક લોકોએ ચોરને ફટકાર્યા હોય ત્યાંના યુવકોને જ લઈ ગઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કરો રોજ ચોરીની ઘટનાઓને અંજામ આપીને પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે. પોલીસની પીસીઆર વાન પણ માત્ર નામ પૂરતું મેન રોડ પર જ આટો મારીને નીકળી જતી હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે.

  • ઇજાગ્રસ્ત બે ચોરોને સારવાર માટે એસએસજીમાં ખસેડાયા
    સવારે રીક્ષા, ટુ-વ્હીલર કે સાઇકલ પર રેકી કરી ગયા બાદ
    ગુરુવારે મોડી રાત્રિના 3:30 થી 04:30 વાગ્યાના અરસામાં ચાર જેટલા તસ્કરો કાછિયાપોળમાં ચોરી કરવા માટે આવ્યા હતા. પરંતુ વેપારી ધંધા માટે વહેલા જાગી જતા હોય તેમને જોઈને બે તસ્કર ભાગી ગયા હતા પરંતુ બે જણા પકડાઈ જતા તેમને સ્થાનિક યુવકોએ તેમને ધીબી નાખ્યા હતા
    જેથી તેમને ઇજાઓ પહોંચી હોય સારવાર માટે એસએસજીમાં ખસેડાયા છે.

Most Popular

To Top