સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન , મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા


વડોદરા તારીખ 31
સરદાર વલ્લભભાઈ પટેલ 150 મી જન્મ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા પોલીસ ભવન ખાતેથી રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર દ્વારા લીલી ઝંડી આપીને દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દોડવીરો સહિત કેટલીક સંસ્થાના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે 31 ઓક્ટોબર ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા રન ફોર યુનિટી ની દોડને લીલી ઝંડી આપવા સાથે દોડ ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ દોડમાં વડોદરા શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કર્મચારીઓ અને વડોદરા શહેરની અન્ય સંસ્થાઓ અને નાના બાળકો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ દોડ વડોદરા શહેર પોલીસ ભવન ખાતેથી શરૂ કરવામાં આવી હતી અને કાલાઘોડાથી જેલ રોડ થઈ પોલીસ ભવન ખાતે પરત આવતા સંપન્ન થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય સુધી કેવડિયા ખાતે ઉપસ્થિત રહેવાનાં છે.