વડોદરા તા. 26
27 જૂનના રોજ નિકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ગોત્રી ઇસકોન મંદિર સંકુલમાં ડોગ તથા સ્ક્વોડ દ્વારા સુરક્ષાનું ચેકીંગ કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર તરફથી અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે આ વખતે પણ મંદિર તરફથી રથયાત્રા કાઢવામાં આવનારી છે. મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે આવતા હોય છે. ત્યારે મંદિરમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. બીજી તરફ મંદિર દ્વારા ભક્તો માટે તમામ સુરક્ષાની તૈયારીઓ કરી લેવા આવી છે. ત્યારે આજે 26 જૂનના બોમ્બ સ્ક્વોડ તથા બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકીંગ કરવામાં હતું.