Vadodara

વડોદરા : રણોલી કંપનીમાંથી સ્પેરપાર્ટસની ચોરી કરનાર રીઢા આરોપી ઝડપાયા…


રણોલી જીઆઇડીસી માં આવેલી કંપનીમાંથી સ્ટીલ ધાતુના વિવિધ સ્પેરપાર્ટની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. કંપનીમાંથી ચોરી કરનાર બે ચોરને રણોલી બ્રિજ નીચેથી ઝડપી પાડી તેમની પાસેથી 26 હજારનો મુદ્દામાલ રિકવર કરી જવાહર નગર પોલીસને સોપાયો છે.
વડોદરા શહેરના રણોલી જીઆઇડીસી માં આવેલી કંપનીમાંથી તાજેતરમાં જ શીલ અને ધાતુના વિવિધ સ્પેરપાર્ટની ચોરી થઈ હતી. જેની ફરિયાદ જવાહર નગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રણોલી બ્રીજ નીચે રણોલી ખાતેની કંપનીમાંથી સ્પેરપાર્ટસની ચોરીના ગુનામાં બે ચોર હાજર છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે રણોલી બ્રીજ નીચે જઇ તપાસ કરી હતી ત્યારે શકમંદ હાલતમાં બે શખ્સ મળી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દીવ્યાંગ ઉર્ફે નાનુ વીરબહાદુર રાણા (રહે. ઉ.વ.27 ગામ રણોલી વૃન્દાવન સોસાયટી વડોદરા શહેર) તથા દિપક ઉર્ફે બાબુ બ્રીજલાલ ગુપ્તા (ઉ.વ.22 રહે. ગામ રણોલી ખરી ફળીયુ વડોદરા )ની પુછપરછ કરતાં તેઓએ રણોલી કંપનીમાંથી ચોરી કરી સ્પેરપાર્ટસ નજીકમાં આવેલા ભંગારની દુકાને મુકેલ હોવાની હકીકત જણાવી હતી. જેથી બન્ને શખ્સોને રણોલી કંપનીમાંથી ચોરી કરી એલન કી પાનાની કીટ જેમા નાના મોટા સ્ટીલ જેવી ધાતુના પાનાઓ કિં.રૂ.20 હજાર, એ.વી.એમ.પેડ.નંગ – 2 કિં.રૂ. 6 હજાર મળી 26 હજારનો મુદ્દામાલ સાથે બંને ચોરને આગળની કાર્યવાહી કરી જવાહરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બંને આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. જેમાં દિવ્યાંગ ઉર્ફે નાનું વીર બહાદુર રાણા અગાઉ ચોરી ઘર ફોડ ચોરી જુગાર સહિત નો ગુનામાં ઝડપાયો હતો જ્યારે દિપક ઉર્ફે બાબુ બ્રીજલાલ ગુપ્તા અગાઉં એક વખત જુગારના કેસમાં પકડાયો છે.

Most Popular

To Top