Vadodara

વડોદરા : રક્ષિત ચોરસિયાને એસએસજી હોસ્પિટલમાં ફરી ચેકઅપ માટે લવાયો

પ્રતિનિધિ વડોદરા તા.24

વડોદરા શહેરના કારેલીબાગમાં વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત કરીને ત્રણ પરિવારોના 8 લોકોને હવામાં ફંગોળી દેનાર આરોપી રક્ષિત ચોરસિયા હાલ જેલમાં છે. ત્યારે તેને 11 દિવસ બાદ ફરી એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. જેમાં મેડિકલ ચેકઅપ બાદ આરોપીને મોઢાભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી આગામી દિવસોમાં તબીબો દ્વારા તેના મોઢાના ભાગે સર્જરી કરાશે.  

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા અને લો નો અભ્યાસ કરતા રક્ષિત રવિશ ચોરસિયાએ હોળીના દિવસે રાત્રીના સમયે નશીલા પદાર્થનો નશો કરીને મિત્રની કાર ઓવરસ્પીડમાં દોડાવીને ધસી આવ્યો હતો. ત્યારબાદ કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે ત્રણ મોપેડને અડફેટે લઇને આઠ લોકોને હવામાં ફંગોળ્યા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે ઘવાયેલા અન્ય સાત ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો હતો. ઘટના બન્યા બાદ રક્ષિતને નશો કરેલી હાલતમાં લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જેમાં આરોપીના મોઢા સહિતના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. રિમાન્ડ દરમિયાન બેવાર સારવાર માટે લઇ જવાયો હતો. ત્યારબાદ હાલમાં આરોપી જેલમાં હોય તેની સારવાર એસએસજી હોસ્પિટલમાં ચાલતી હોવાથી 24 માર્ચના રોજ ફરી રક્ષિતને હોસ્પિટલમાં ચેકઅપ માટે લવાયો હતો. જેમાં તેને મોઢા ભાગે ગંભીર ઇજાઓ થઇ હોય નિષ્ણાંત તબીબો દ્વારા આરોપીની ચેકઅપ કરવામાં આવ્યું હતુ. જેમાં રક્ષિત ચોરસિયાનું મોઢા પર સર્જરી કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. જેથી આગામી બુધવારનો રોજ તેની સર્જરી કરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. હાલમાં તેને ચેકપઅપ બાદ ફરી સેન્ટ્રલ જેલમાં લઇ જવાયો હતો.

  • રક્ષિત ચોરસિયાની સર્જરી વિભાગમાં તપાસ કરાઇ હતી બુધવારે તેને ફરીવાર બોલાવ્યો છે ત્યારે નિદાન અંગેનો નિર્ણય લેવાશે

અકસ્માત કાંડના આરોપી રક્ષિત ચોરસિયાની સર્જરી વિભાગમાં તપાસ કરવામાં આવી હતી સાથે જ તેના ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવાના હોવાથી તેની પણ તપાસ નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવી હતી તેના ફોલોઅપ ચેકઅપ ની કામગીરી કરવામાં આવી હતી જેમાં તેને ક્યાં અને કેટલી ઇન્ટર્નલ ઇન્જરી છે અને તેમાં ક્યારે સર્જરી કરવી પડે તેમ છે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સર્જરી વિભાગના નિષ્ણાત તબીબો દ્વારા ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે બુધવારે ફરી તેને હોસ્પિટલમાં બોલાવાયો છે અને ત્યારે જ રિપોર્ટના આધારે જે કંઇ નિદાન અને સર્જરી હશે તે જણાવવામાં આવશે હાલમાં રિપોર્ટ આવ્યા નથી પરંતુ હવે પોલીસ તેને બુધવારે અહીં લાવે છે કે કેમ તે પોલીસ પર નિર્ભર છે. -ડો.હિતેન્દ્ર ચૌહાણ,આર.એમ.ઓ.,એસ.એસ.જી.હોસ્પિટલ, વડોદરા

Most Popular

To Top