Vadodara

વડોદરા : રક્ષિત કાંડ,અંબાલાલ પાર્ક ચાર રસ્તા પર સ્પીડ બ્રેકર લગાવવાની માંગ સાથે સિનિયર સિટીજનોનો વિરોધ

પાલિકામાં અને ટ્રાફિક વિભાગમાં અરજી આપી હોવા છતાં કામગીરી નહિ થતા અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ :

તંત્રના બહેરા કાન પર રજૂઆત પહોંચાડવા આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો : નિર્મલ ઠક્કર

( પ્રતિનિધિ )વડોદરા,તા.16

કારેલીબાગ અંબાલાલ પાર્ક ચાર રસ્તા પાસે સ્પીડ બ્રેકર અથવા સ્પીડ સ્ટ્રીપ લગાવવાની માંગ સાથે સિનિયર સિટીઝન સહિતના નાગરિકોએ વિરોધ પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. અગાઉ ટ્રાફિક વિભાગ અને પાલિકાના ઉત્તર ઝોનને કચેરી ખાતે પણ અરજી આપી હોવા છતાં પણ કોઈ કામગીરી નહીં થતાં આ સર્જાયેલા અકસ્માતમાં નિર્દોષ મહિલાનો ભોગ લેવાયો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રણની ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેવામાં રવિવારે કારેલીબાગ અંબાલાલ પાર્ક ચાર રસ્તા પાસે સ્પીડ બ્રેકર અથવા સ્પીડ સ્ટ્રીપ લગાવવાની માંગ સાથે સિનિયર સિટીઝન સહિતના નાગરિકોએ ઉગ્ર સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.અગાઉ પણ અહીં અકસ્માતો થયેલા છે.જેને લઈ સ્થાનિક લોકો દ્વારા અહીં સ્પીડ બ્રેકર મુકવા માંગણી કરી હતી.પરંતુ સ્થાનિકોની રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી.ત્યારે રક્ષિતકાંડ બાદ વધુ એક વખત સ્થાનિક લોકોએ એકત્ર થઈ સ્પીડ બ્રેકર અથવા સ્પીડ સ્ટ્રીપ લગાવવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.સિનિયર સિટીજનોનું કહેવું છે કે, આજે પેલા નબીરાઓ સ્પીડમાં ડ્રાઇવિંગ કરે છે ડ્રગ્સનું પ્રમાણ જે વધી રહ્યું છે. નાના નાના છોકરાઓ યુવાનોની સાથે લેડીઝ પણ સેવન કરતી હોય છે. દારૂ મદિરા કરતા ડ્રગ નું દુષણ વધી રહ્યું છે. જે હવે ચિંતાજનક છે. પોલીસે રાજકીય લોકોએ બધાએ ભેગા થઈને આ બાબતે કંઈક વિચારવું જોઈએ. અગાઉ વિસ્તારના લોકો દ્વારા કારેલીબાગ ટ્રાફિક શાખા મદદનીશ પોલીસ કમિશનરને પણ અરજી આપી કારેલીબાગ પાણીની ટાંકી વાળા રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવા અંગે રજૂઆત કરી હતી સાથે જ પાલિકાના ઉત્તર ઝોન ના કાર્યપાલક ઇજનેરને પણ રજૂઆત કરી હતી અંગે સ્થાનિક રહીશ નિર્મલભાઇએ જણાવ્યું હતું કે, કારેલીબાગ પાણીની ટાંકી વાળો મુખ્ય માર્ગ ટ્રાફિકથી ભરચક હોય છે. સુભાષ પાર્ક ચાર રસ્તા અને પાણીની ટાંકી ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમન થાય છે. પરંતુ અંબાલાલ પાર્ક ચાર રસ્તા ઉપર પેટ્રોલ પંપ ટ્રાફિકનું નિયંત્રણ થતું નથી. આ ચાર રસ્તાથી નજીક સ્કૂલ અને બે મોટા મંદિરો આવેલા છે. પાસે જ આવેલા વીએમસીના ગ્રાઉન્ડ ઉપર ભીડભાડવાળા પ્રસંગો રહેતા જ હોય છે વારસિયા રિંગ રોડ તેમજ આજવા વાઘોડિયા રોડના નાગરિકો સ્ટેશન અલકાપુરી માટે આજ રોડ નો ઉપયોગ કરે છે. સવાર સાંજ મંદિરોમાં સેકડો લોકોની અવરજવર રહેતી હોય છે ટ્રાફિક નિયમનના અભાવે ખૂબ અકસ્માતો થતા રહે છે. સ્થાનિક રહ્યું છે સ્પીડ બ્રેકર બનાવવા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી થઈ નથી. જો આજે આ જગ્યા ઉપર સ્પીડ બ્રેકર અથવા તો સ્પીડ સ્ટ્રીપ લગાવવામાં આવી હોત તો આ અકસ્માતમાં કોઈનો ભોગ લેવાયો ન હોત.

Most Popular

To Top