Vadodara

વડોદરા : રક્ષિતકાંડના 25 દિવસમાં જ કારેલીબાગમાં બીજો અકસ્માત, બે મોપેડ ચાલક સામસામે ભટકાયાં

ઇજાગ્રસ્તનો 108 એમ્બ્યુલન્સમાં સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાં ખસેડાયાં, વારંવાર અકસ્માત થતા હોવા છતાં અંબાલાલ પાર્ક-ચંદ્રાવલી સર્કલ વચ્ચે સ્પીડ બ્રેકર કેમ મુકાતા નથી ?

પ્રતિનિધિ વડોદરા તા.5

રક્ષિત કાંડ સર્જાયાના 25 દિવસમાં જ કારેલીબાગ વિસ્તારમાં ફરી અકસ્માત સર્જાયો છે. બે એક્ટિવા ચાલક સામસામે ભટકાતા તેમને ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વારંવાર અંબાલાલપાર્કથી ચંદ્રાવલી સર્કલ વચ્ચે અકસ્માત સર્જાતા હોય ત્યા સ્પીડ બ્રેકર બનાવવાની માગ કરાતી હોવા છતાં સત્તાપક્ષ અને પાલિકાના અધિકારીઓ પણ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવો સ્થાનિકે આક્ષેપ કર્યો છે. સત્તાધારી પક્ષ મસ્ત અને પ્રજા ત્રસ્ત તેવું આક્રોષ સાથે સ્થાનિકે જણાવ્યું હતું.

તાજેતરમાં કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે ઓવરસ્પીડમાં કાર ચલાવીને રક્ષિત ચોરસિયાએ ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું અને 7 લોકોને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતની તપાસ હજુ ચાલી રહી છે ત્યાં તો કારેલીબાગ ચંદ્રાવસી સોસાયટીમાં સર્કલ પાસે આજ રોજ બે મોપેડ ચાલકે અકસ્માત સર્જયો હતો. સામસામે બે મોપેડ ભટકાવાના કારણે તેમને ઇજાઓ પહોંંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બંને મોપેડ ચાલકોને ઇજાઓ પહોંચી હોય પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.એક સિનિયર સિટિઝને જણાવ્યું હતું કે કારેલીબાગ વિસ્તારમાં રક્ષિત કાંડ સર્જાયો હતો ત્યારે પણ અંબાલાલ પાર્કથી ચંદ્રાવલી સર્કલ વચ્ચે સ્પીડ બ્રેકર ન હોવાના કારણે વાહન ચાલકો ફુલ સ્પીડમાં વાહન દોડાવે છે પરિણામે અકસ્માત સર્જાય છે. ત્યારે આ રોડ પર સ્પીડ બ્રેકર મુકવા માટે અગાઉ પણ માંગણી કરી હતી. પરંતુ સત્તાધારી પક્ષ સત્તાના નશામાં મસ્ત હોય લોકોને ત્રસ્ત થય ગયા છે. વારંવાર અકસ્માત થતા હોવા છતાં ચૂંટોયેલી પાંખની આંખ ઉઘળતી નથી. કારેલીબાગમાં શાકમાર્કેટ, પેટ્રોલપંપ, સ્વામીનારાયણ હવેલી હોવાના કારણે ટ્રાફિકનુ ભારણ રહેતું હોય ત્યાં સ્પીડ બ્રેકર મુકવામાં આવે તો વાહનચાલકો વધુ સ્પીડમાં વાહન દોડાવે નહી જેથી અકસ્માત સર્જાતા પણ રોકી શકાય તેમ છે. પચ્ચીસમાં દિવસોમાં કારેલીબાગમાં બીજો અકસ્માત સર્જાયો હોવા છતાં સત્તા પક્ષતથા પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હાલતુ નથી જેને લઇને સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો છે.  

Most Popular

To Top