Vadodara

વડોદરા: યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પોર બોમ્બે હાઉસિંગમાં યુવકની કોઈ હલનચલન નહીં જોવા મળતા શંકા ગઈ અને દરવાજો તોડતા જ યુવક લટકતો જોવા મળ્યો, વરણામા પોલીસે લાશને પીએમ માટે ખસેડી

વડોદરા તારીખ 11

વડોદરા જિલ્લાના પોર વિસ્તારમાં આવેલા બોમ્બે હાઉસિંગમાં રહેતા એક યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વરણામા પોલીસે લાશને પીએમ માટે ખસેડી કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં પોર બોમ્બે હાઉસિંગ વિસ્તારમાં રૂમમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના કૌશલ રહીશ અન્સારી (ઉંમર વર્ષ 23) એ ગત તા. 10 માર્ચના રોજ બપોરે અંદાજે દોઢ વાગ્યાથી સાંજના સાત વાગ્યાના સમયગાળામાં કૌશલ અન્સારીએ પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો. બાદમાં તેણે રૂમની છત પર લગાવવામાં આવેલા પતરાના લોખંડના એંગલ સાથે કપડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરપ્રાંતિય યુવકના રૂમમાંથી કોઈ હલચલ ન જણાતાં સાંજના સમયે આસપાસના લોકોને શંકા ઉભી થઈ હતી. ત્યારબાદ દરવાજો ખોલતા યુવાન ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા વરણામાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ મુજબ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ યુવાને આ પગલું શા માટે ભર્યું તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top