Vadodara

વડોદરા: યુવતીનું સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી બદનામ કરવા ફોટા પણ વાયરલ કરાયા..

પ્રતિનિધિ વડોદરા તારીખ 17
સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવ્યા બાદ યુવતીના ફોટા વાઇરલ કરીને સમાજમાં બદનામ કરવાનું કાવતરું કરનાર વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી 24 વર્ષીય યુવતી કપડાના શોરૂમમાં નોકરી કરે છે. યુવતી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને પોતાનું આઈડી પણ ધરાવે છે. દરમિયાન કોઈ શખ્સે યુવતીની આઇડી બનાવી હતી ત્યારબાદ આ યુવતીના ફોટા તે આઈડી પર અપલોડ કર્યા બાદ વાઇરલ પણ કરી સમાજમાં બદનામ કરવાનું કાવતરું કર્યું છે. જેથી યુવતીએ સમાજમાં બદનામ કરવાનું કાવતરું કરનાર શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈડીના આધારે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top