Vadodara

વડોદરા : યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થતા પૂર્વ પ્રેમીની અંગત ફોટા-વીડિયો વાઇરલ કરવાની ધમકી

વિશ્વામિત્રી ફાટક પાસે બોલાવી પૂર્વ પ્રેમીએ ફિયાન્સને યુવતીના ફોટા વીડિયો બતાવ્યાં  

યુવતીના પિતાને પણ જોઇ લેવાની  ધમકી આપનાર યુવકની ધરપકડ..

પ્રેમિકાની સગાઇ અન્ય યુવક સાથે થઇ જતા વડોદરાના તલસટ ગામે રહેતા પૂર્વ પ્રેમીએ તેને બ્લેક મેલ કરવાનું શરૂ કર્યું હતુ. પૂર્વ પ્રેમીએ યુવતીને તુ મારો મોબાઇલ નંબર બ્લોક કરીશો અંગત ફોટા અને વીડિયો વાઇરલ કરી નાખશી ધમકી આપી હતી. ત્યારબાદ પ્રેમિકાના ફિયાન્સને વિશ્વામિત્ર ફાટક પાસે બોલાવી યુવતી સાથે અંગત ફોટા-વીડિયો બતાવી બદનામ કરવાનુ કાવતરું રચ્યું હતું. અટલાદર પોલીસે પૂર્વ પ્રેમીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના તલસટ  ગામે બળિયાદેવ ફળિયામાં રહેતા પ્રિયાંશ ઇદ્રવદન ઠાકોર એક 22 વર્ષીય યુવતીને ઓળખતો હોય અવાર નવાર બંને વાતચતી થતી હતી. જેથી બંને વચ્ચે મિત્રતા બંધતા તેઓ એક બીજા સાથે ફોન પર ચેટિંગ તથા કોલ કરીને વાતો કર્યા કરતા હતા. જેથી તેમની મિત્રતા પ્રેમમાં પરીણમી હતી. જેથી યુવક યુવતીને મળવા માટે આવતો હતો ત્યારે યુવતી સાથે અંગત પળોના ફોટા પાડી તથા વીડિયો ઉતારતો હતો. યુવતીને તેને ના કહેવા છતા યુવક વીડિયો તથા ફોટો લેવાના ચાલુ રાખ્યું હતું.  દરમિયાન યુવતીને જાણ થઇ હતી કે પ્રિયાશ ઠાકોર દારૂનો નશો કરે છે. જેથી યુવતીએ તેની સાથે વાતક રવાનું ટાળવાનું શરુ કર્યું હતું. દરમિયાન યુવતીને મિત્રે એક યુવક સાથે વર્ષ 2023માં વાત કરાવી હતી. જેથી બંને વાતચીત કરતા બંને વિચારો મળતા આવતા બંને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. યુવતીએ પ્રિયાંશ ઠાકોરને તુ હવે મને ફોન કરીશ નહી. જેથી તેના ફોન આવતા યુવતી ઉપાડતી ન હતી. જેથી  સગાઇ એક યુક સાથે થઇ ગઇ હોવાના જાણથ પ્રિયાંશ ઠાકોરે યુવતીને ફોન કરીને ધમકી આપી હતી કે ભલે તારી સગાઇ થઇ હોય  પરંતુ તારે મરી સાથે વાત કરવી પડશે અને જો તુ મારો ફોન નંબર બ્લોક કરીશ તો તારા ફોટા તથા વીડિયો વાઇરલ કરી નાખીશ અને જો તારા પિતા અન્ય યુવક સાથે લગ્ન કરાવશે તો હુ તને જોઇ લઇશ તેવી ધમકી આપી હતી. દરમિયાન 14 જૂનના રોજ પ્રિયાંશ ઠાકોરે યુવતીની ફિયાન્સને વિશ્વામિત્ર ફાટક પાસે મળવા માટે બોલાવીને અંગત ફોટો તથા વીડિયો બતાવી વાઇરલ કરવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ અટલાદર પોલીસ સ્ટેશનમાં યુવતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રિયાંશ ઠાકોરની ધરપકડ કરીઆગળની કાર્યાવાહી હાથ ધરી છે.

Most Popular

To Top