વારંવાર ધમકી આપતા કંટાળી ગયેલી યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
અન્ય 10 લોકોએ રૂપિયા નહીં ચૂકવો તો તમારા બીભત્સ ફોટા અને મેસેજ વાયરલ કરવાની ધમકી આપી
વડોદરા તા.7
અલકાપુરી વિસ્તારમાં આઈએલટીએસનો ક્લાસ ચલાવતી યુવતીએ સાત જેટલા લોકો પાસેથી વ્યાજે રૂ.63.37 લાખ રૂપિયા લીધા હતા. જેની સામે યુવતી આ લોકોને વ્યાજ સહિત 1.41 કરોડ રૂપિયા તમામને ચૂકવી દીધા હોવા છતાં સાત લોકો તેમની પાસે રૂપિયાની ઉઘરાણી કરી વારંવાર ધમકી આપતા કંટાળીને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
માંજલપુર વિસ્તારમાં સફળ આઇકોન ફ્લેટમાં રહેતા તેજશ્રીબેન પ્રશાંત ધોરા ( ઉ.વ.34) અલકાપુરી કાન્હા કેપિટલના ત્રીજા માળે આવેલ ટ્રુ ફુફ્યુન્સીની ઓફિસમાં છેલ્લા સાત વર્ષથી IELTSના કોચીંગ કલાસનુ કામ કરતી હતી. છેલ્લા એક વર્ષથી કોચીંગ કલાસનું કામ બંધ કર્યું છે. અગાઉ તેમના ધંધા અર્થે રૂપિયાની જરૂર હોય તેમને ચાઈનિઝ એપમાથી રૂ. 15 હજાર સુધીની મર્યાદાની લોન કોઈ ડોક્યુમેટ વગર મળતી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી યુવતીએ સમયલોનની (ચાઈનિઝ એપ) ડાઉનલોડ કરી હતી અને તેમનો મોબાઈલ નંબર નાખતા બેન્ક એકાઉન્ટમાં લોનની રકમ આવી હતી. જે કેટલી આવી હતી તેની મને ખબર નથી અને આવી તેઓએ આ એપમાથી 24 થી 28 કંપનીઓએ અલગ અલગ રકમ મોબાઈલથી સાઉથ ઈન્ડીયન બેંકના એકાઉન્ટોમાં જમા થઈ હતી અને આ એપમાંથી તેઓએ આશરે દોઢથી પોણા બે લાખ રૂપિયા મુદ્લ લીધી હતી. જે ચુકવવા માટે તેઓએ વ્યાજ સાથે અંદાજે ત્રણથી સાડાત્રણ લાખ રૂપિયા ચુકવ્યા હતા તેમ છતા 10 જેટલા લોકો તેમની પાસે લોનના નાણાની ઉઘરાણી કરતા હતા અને તમે લોન નહીં ભરો તો તમારા ગંદા મેસેજો તથા નગ્ન ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી હતી.જેથી જે તે વખતે યુવતી પાસે રૂપિયા ન હોય અને ચાઈનીઝ એપમાથી ગંદા મેસેજો વાયરલ કરવાની ધમકી આ લોકોએ આપી હતી. જેથી યુવતી આર્થિક ભીસમાં આવતા શરૂઆતમાં યજ્ઞેશ પ્રદ્યુમન દવે, વિકાન ભાનુપ્રતાપ ઉર્ફે ભાનુભાઈ દિશીત, રાજેશ હરિમોહન અગ્રવાલ, દીપેન હરેશ શાહ, દેવાંગ હસમુખ શાહ, પાર્થીવ હેમંતકુમાર બારોટ, શાહીલ ધીરજલાલ કુંભાણી, હિતેશ બાલકૃષ્ણ જાદવ, મનમોહન શરદ બાબુ શર્મા અને દર્પણ વિષ્ણુ પટેલ પાસેથી અલગ અલગ સમયે આજે રૂપિયા લીધેલ તેઓ યુવતી પાસે અવાર નવાર રૂપિયાની ઉઘરાણી કરી દબાણ કરી વ્યાજ સહીત તેમને આપેલા રૂપિયાની માગણી કરી તેમની સાથે છેતરપીંડી કરી તેમનું શારીરીક શોષણ કરવા સાથે ધમકી આપી હતી.ઉપરાંત લોન માટે રૂપિયા વ્યાજે આપેલા અને તેમને ચુકવેલ રકમ વ્યાજ સહીતની વધુ ચુકવી હોવા છતા તેમની પાસે વધુ વ્યાજની ઉઘરાણી કરતા હતા.ઉપરાંત જયદિય ધીરૂ પડવા, જીવ વિક્રાંત દિલીન, શેતલ ભટ્ટ, પારૂલ શાહ, હસ્મીતા પટેલ, શીવમ શર્મા તથા મયંક પટેલ પાસેથી અલકાપુરી કાન્હા કેપીટલ ઓફીસ ખાતે અલગ અલગ સમયે તેઓ પાસેથી કુલ રૂ.63.37 લાખ લીધા હોય તેમની પાસે તેમના ચેકો હોય તેઓ ખોટી ફરિયાદી કરવાની ધમકી આપતા હતા. જેથી યુવતીએ આજ દિન સુધી તમામને વ્યાજ સહીતના રૂ.1.41 કરોડ ચૂકવી દીધા હતા તેમ છતા અવા૨ નવાર તેમની પાસે વ્યાજ સહીતના રૂપિયાની ઉઘરાણી કરતા હોય યુવતીએ સાત લોકો વિરુધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.