Vadodara

વડોદરા યુથ કોંગ્રેસ પ્રમુખ પર સ્કૂલ વાન ચડાવી દેવાનો પ્રયાસ

શહેરના હરણી વારસિયા રોડ ખાતેથી એમજીવીસીએલ ના બોર્ડ સાથેની કારમાં સ્કૂલ વરધી કરતા ચાલકને રોકવાનો વડોદરા યુથ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખે પ્રયાસ કરતા કાર ચાલકે કાર તેઓ પર ચઢાવવાની કોશિશ કરી હતી.



વડોદરા શહેરના હરણી -વારસિયા રોડ ખાતે MGVCL લખેલી ઇકો ગાડીમા કેન્દ્રિયલ વિદ્યાલયના વિધાર્થીઓની વર્ધી મારવામાં આવતી હતી. ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા ગાડી રોકવાનો પ્રયાસ કરતાં ઇકોના ડ્રાઈવર દ્વારા પવન ગુપ્તા પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તેમ છતાં પવન ગુપ્તાએ કારને રોકાવી તપાસ કરતા કાર ચાલકના પિતા MGVCL માં જોબ કરતા હોવાનું જાણવા મળ્યું હતું . પરંતુ આ ગાડી એમજીવીસીએલમાં વરધી કરે છે કે કેમ તે તપાસનો વિષય છે. સાથે જ આ ગાડીનો ઉપયોગ એમજીવીસીએલમા શાના માટે કરવામાં આવે છે તે અંગેની તપાસ થવી જોઈએ.હાલમા પવન ગુપ્તાના અહેવાલને પગલે વારસિયા પોલીસે કારને કબજે લીધી છે અને તપાસ હાથ ધરી છે.વધુમા સમગ્ર મામલે પવન ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, આ જ રીતે વડોદરા શહેરના જુદજુદા વિસ્તારમા ખાનગી વાહનોમાં જુદાં જુદાં કૉર્પોરેશનના, ડોક્ટર , વકીલ, પ્રેસના સિમ્બોલ વાપરી ગાડી ચલાવવામા આવતી હોય છે જેનો કોઇ પુરાવો હોતો નથી ત્યારે આવો ગાડીઓ અંગેની તપાસ થવી જોઈએ અને આવા વાહનો પર રોક લગાવવામાં આવે..

Most Popular

To Top