રૂપિયા પરત કરવા ઠગે આપેલા બે ચેક બેન્કમાં ડીપોઝીટ કરાવતા બાઉન્સ થયાં, મહિલાએ વાઘાડિયા ડભોઇ રિંગ રોડ પર રહેતા દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
યુકે ખાતે રહેતા પુત્રના વર્ક પરમિટ બનાવી આપવીનું કહીને વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર રહેતા દંપતીએ માતા-પિતા પાસેથી રૂ. 9 લાખ પડાવી લીધા હતા.દંપતીએ કોઇ વર્ક પરમિટ નહી કરી આપતા તેમની પાસેથી રૂપિયા પરત માગ્યા હતા. ત્યારે દંપતીએ બે ચેક આપ્યા હતા. જે બેન્કમા ડીપોઝીટ કરાવતા રિટર્ન થયા હતા. ત્યારબાદ ઘણીવાર કહેવા છતાં માત્ર 2.50 લાખ પરત કર્યા હતા જ્યારે બાકીના રૂ. 7.15 લાખ હજુ સુધી પરત નહી આપતા દંપતી વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ મહિલાએ નોંધાવી છે.
વડોદરા શહેરના વાસણા તાંદલજા રોડ પર આવેલા સમર્પણ બંગ્લોઝમાં રહેતા રૂપલબેન રાકેશભાઇ પાટીલના પુત્ર દિશાન્ત જાન્યુઆરી 2023ના રોજ અભ્યાસ માટે યુકે ખાતે ગયો હતો અને હાલમાં યુકેમાં રહે છે. પુત્ર દિશાંતનું વર્ક પરમીટ કરાવવાનુ હોય ઘરની તેમની સામે રહેતા યોગીતાબેન ગુંજાલના મારફને પરિક્ષીત પટેલનો સંપર્ક થયો હતો. પરિક્ષીત પટેલ સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમીટનુ કામ કરે છે, જેથી પરિક્ષીત પટેલે જતીન અરવિંદ કાવા તથા જતીનના પત્ની લતાબેન (બંને રહે. દર્શન આગમન, વાઘોડિયા ડભોઇ રિંગ રોડ) સાથે મુલાકાત કરાવી હતી. ત્યારે દંપતીએ દિશાંતનુ વર્ક પરમીટનું કામ રૂપિયા 19 લાખમાં કરી આપવા માટે જણાવ્યું હતું,. જેમાં 3 લાખ રૂપિયા એડવાન્સ આપવાના તથા 6 લાખ કાસ લેટર આવ્યા પછી જ્યારે બાકીનાં 10 લાખ કામ પુરું થયા પછી આપવાના રહેશે તેવી કરી હતી. તેઓ પર વિશ્વાસ આવી જતા ઓગષ્ટ 2023માં રૂ. ૩ લાખ પરિક્ષીત પટેલનાં બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ જતીન અરવિંદ કાવા પાસે અવાર નવાર કાસ લેટરની માગણી કરતા ટૂંક સમયમાં મળી જશે તેવા વાયદા આપતો હતો. જતીન કાવાએ પરિક્ષીત પટેલનાં મારફતે માટે પતિના મોબાઇલમાં કાસ(confirmation of acceptance for studies) લેટર મોકલી આપ્યો હતો જેથી રૂપિયા 6 લાખ પરિક્ષીત પટેલનાં બેન્કમાં જમા કરાવ્યા હતા. પરંતુ ત્યાર પછી તેમના પુત્ર દિશાંતને કાસ લેટરના આધારે બાયોમેટ્રિક માટે કોઇ કંપનીએ બોલાવ્યો ન હતો. જતીન કાવા પાસે ચુકવેલા 9 લાખ રૂપિયા પરત આપી દેવા કહ્યું હતું. ત્યારે જતીન કાવાએ બંધન બેન્કના 9 લાખના બે ચેક આપ્યા હતા. બંને ચેકો મહિલાએ તેમના ખાતામાં ડિપોઝીટ કરાવતા બાઉન્સ થયા હતા. જેથી જતીન કાવાને કહેતા પૈસા આપી દઈશ એવા ખોટા ખોટા વાયદાઓ આપતા હતા. પરંતુ રૂપિયા વારંવાર ફોન કરતા તેણે ઉપાડવાનું બંધ કરી દીધુ હતું. જેથી પરિક્ષીત પટેલ પાસે રૂપિયાની ગતા તેઓએ તમામ પૈસા જતીનની પત્ની લતાબેનના ખાતામાં જમા કરાવ્યા હોવાનું કહ્યું હતું. લતા પાસે પણ રૂપિયાની માગણી કરતા વાયદા તેણે પણ બતાવ્યા હતા. ત્યારબાદ જતીને બે લાખ રોકડા તથા 50 હજાર પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે બાકી રૂપિયા 7.15 લાખ માટે જતીને લેખિતમાં નોટરી કરાર કરી 30 જુન 2024 સુધીમા રૂપિયા ચૂકવી આપવાની બાહેધરી આપી હતી. જે રૂપિયા આજ સુધી નહી આપતા મહિલાએ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.