Vadodara

વડોદરા : યુકેના વિઝા બનાવી આપવાના બહાને રૂ.7.15 લાખની ઠગાઈના ગુનામાં ફરાર એજન્ટ વાપીથી ઝડપાયો

વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ઉપર રહેતા ઠગ ઍજન્ટે યુ.કે.મોકલવા વર્ક પરમીટ બનાવી આપવાના બહાને રૂ. 9 લાખ પડાવ્યા હતા. પરંતુ આ એજન્ટે યુકે મોકલ્યો ન હોય તેની પાસે રૂપિયા પરત માંગતા માત્ર અઢી લાખ જ પરત કર્યા હતા. જ્યારે બાકીના રૂપિયા પરત નહીં આપીને છેતરપિંડી આચરી છેલ્લા ઘણા મહિનાઓથી ભાગતો ફરતો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે વાપી ખાતેથી આઠ ઠગ એજન્ટને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે જે પી રોડ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે.

વિદેશના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને એજન્ટો દ્વારા લાખો રૂપિયા ખંખેરી લેવામાં આવતા હોય છે.
વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ઉપર દર્શનમ આગમનમાં રહેતા જતીન અરવિંદ કાવાએ યુવકને યુ.કેના વર્ક પરમીટ વિઝા બનાવી આપવાનું કહીને ટુકડે ટુકડે રૂપીયા 9 લાખ તેના તથા તેની પત્નીના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ યુવકને બાયોમેટ્રિક માટે કોઇ કંપની દ્વારા નહી બોલાવાતા યુવકના પિતાએ ઠગ એજન્ટ પાસે રૂપીયા પરત માંગતા તેણે રૂપિયા 2.50 લાખ ઓનલાઇન તેમજ કેસ આપ્યા હતા. જ્યારે બાકીના રૂપીયાના ચેક આપતા જે ચેક યુવકના પિતાએ બેંકમા ડિપોઝિટ કરાવતા બાઉન્સ થયો હતો. ઉપરાંત ઠગે બાકી નિકળતા વ્યાજ સાથેના રૂ.7.15 લાખ આપતો ન હોય તેના અને તેની પત્ની વિરૂધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. અગાઉ આ ગુનામાં એજન્ટ ની પત્નીની ધરપકડ થઇ હતી. જ્યારે ઠગ એજન્ટ જતીન કાવા નાસતો ફરતો હતો. કોર્ટ તરફથી વોરંટ પણ ઇશ્યુ કર્યું હતું. દરમિયાન 23 એપ્રિલના રોજ ક્રાઈમ બ્રાન્ચ ઠગાઈના ગુનાના આરોપીની હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરી રહી હતી. ત્યારે આ આરોપી વાપી ખાતે આશ્રય લઇ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાપી ખાતે જઇ આરોપી જતિન અરવિંદ કાવાને ઝડપી પાડ્યો હતો. તેના વિરુદ્ધ જે.પી.રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો હોય આગળની કાર્યવાહી માટે ત્યાં સોપવામાં આવ્યો છે.

Most Popular

To Top