Vadodara

વડોદરા : મ્યુ.કોર્પોરેશનમાં સીસીટીવી કેમેરાના એક્સેસને લઈ વિવાદ

ડે.મેયરની કેબિન બહાર મુકવામાં આવેલ કેમેરા થકી જાસૂસી કરવામાં આવતી હોવાની ચર્ચા :

મેયરને સેક્રેટરી ઓફિસમાં મોરચો આવતા ખબર પડી કે કેમેરાના એક્સેસ છે :

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સીસીટીવી કેમેરાને લઈને વિવાદ જોવા મળ્યો છે. હાલ તો સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષની કેબિનમાં સીસીટીવીનો એક્સેસ લાગતા વિવાદ થયો છે. જ્યારે ડેપ્યુટી મેયરે પણ કેબિનના અંદર સુધીના વ્યુને લઈ વાંધો ઉઠાવ્યો હતો.

મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા પૂર્વ મેયરના સમયમાં આ કેમેરાની સિસ્ટમ ચાલુ કરવામાં આવી હતી જ્યારે માત્ર મેયર ઓફિસમાં અને સિક્યુરિટી ઓફિસમાં આનું એક્સેસ હતું મને લાંબા સમય સુધી એવો પણ ખ્યાલ ન હતો કે કોર્પોરેશનમાં આ રીતના કોઈ જગ્યાએ એક્સેસ છે પરંતુ જે દિવસે એક મોરચો આવ્યો એ દિવસે મને તાત્કાલિક અમારા જે મ્યુનિસિપલ સેક્રેટરી છે. એમની ઓફિસમાં જઈને મોરચાને એટેન્ડ કરવાનો હતો. ત્યારે મારા ધ્યાને આવ્યું કે, ચિંતનભાઈની ઓફિસમાં આ કેમેરા દ્વારા બધા જ મેયર ઓફિસની જે ત્યાંથી છેલ્લી ચેરમેનની ઓફિસ છે. ત્યાં સુધી આ બધું જ વિઝન ત્યાં દેખાય છે. એટલે મેં ઈચ્છા વ્યક્ત કરી કે ભૂતકાળમાં પહેલા આવી રીતે મેયર પણ આવી રીતે જોઈ શકે છે. ત્યારે મને જણાવવામાં આવ્યું કે, જે તે વખતે મેયર દ્વારા આ રજૂઆત કરી પ્લાનિંગ ચાલુ કરવામાં આવ્યો હતો. ત્યારે મેયર ઓફિસમાં આ રીતે કોમ્પ્યુટરમાં આ એક્સેસ હતા. ત્યારે કોર્પોરેશનમાં સફાઈ સેવકો માટે 1200 મહેકમ ઉભા કરવામાં આવ્યા એના પછી લગભગ અઠવાડિયા પછી 138 જેટલા સફાઈ સેવક ભાઈઓ મને ફુલ આપી સન્માન કરવા માટે આવ્યા હતા તે દિવસે અમારી એક મોટી મિટિંગ ચાલી રહી હતી. જેમાં ધારાસભ્ય અને બધાએ બેસીને મીટીંગ કરી રહ્યા હતા એમના વિસ્તારનો કોઈ પ્રશ્ન હોય એ બાબતે મિટિંગ ચાલી રહી હતી. આ દરમિયાન આ લોકોને લગભગ ત્રણથી સાડા ત્રણ કલાક બહાર રાહ જોવી પડી હતી અને જ્યારે એ લોકો મને સન્માન કરવા અંદર આવ્યા. ત્યારે મારા દ્વારા પૂછાતા ખ્યાલ આવ્યો જાણકારી મળી કે એ લોકો સાડા ત્રણ કલાક સુધી રાહ જોઈ છે. ત્યારે મને પણ એમ થયું કે, જો આવી રીતે બહારની મારી જે પ્રેમાસીસ છે. એનું જો મને ખ્યાલ રહેતો હોય તો આટલા બધા લોકોને મારી આટલી રાહ જોવી ના પડે અને જે અમારી મીટીંગ ચાલતી હતી. એટલે અમારો સ્ટાફ દ્વારા અંદર મિટિંગમાં ડિસ્ટર્બ નથી કરવું. એટલે એમ કરીને કોઈ અંદર આવ્યું, પણ નહીં અને ફોન પણ ના કર્યો અને જેના કારણે 138 જેટલા અમારા નાગરિકો જે લોકો આ સન્માન કરવા આવ્યા હતા એટલા પછી મેં રજૂઆત કરી કે શું મેયરના રૂમમાં આ એક્સેસ આપી શકાય છે એટલે પછી મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા માહિતી આપવામાં આવી કે સર્વપ્રથમ મેયરની ઓફિસમાં જ આ એક્સેસ રહેતો હતો એટલે મેં ઈચ્છા વ્યક્ત કરી કે અહીંયા ચાલુ કરવામાં આવે તો મને પણ થોડી આવી રીતે બહાર કોઈ વડીલ હોય કોઈ દિવ્યાંગ આવ્યું હોય અને મારી કોઈ મીટીંગ ચાલતી હોય તો મને થોડી ખ્યાલ આવે તો હું એમને તાત્કાલિક ભલે ચાલુ મીટીંગ હોય તો આપણે કોઈ એવા ઈમરજન્સી વાળા લોકોને એટેન્ડ કરી શકીએ જેથી કરીને તેવા લોકોને વધારે સમય રાહ જોવી ન પડે.

ડે. મેયરની કેબિન બહાર વ્યુ બદલાશે કેમેરા નહીં :

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેના જે તે અધિકારી પદાધિકારીઓ પાસે રહેલા એક્સેસને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ડેપ્યુટી મેયરની કેબિન સામે મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરા થકી જાસુસી કરવામાં આવતી હોય તેવી ચર્ચાઓ ચાલી છે સાથે સાથે આ વિડીયો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કેબિનમાં એક્સેસ અપાયા છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષે આ સીસીટીવી મીડિયાની દખલગીરીથી બંધ કરાવ્યા હતા. ડેપ્યુટી મેયરની કેબિનમાં અંદર સુધીનો વ્યૂ હોવાથી ડેપ્યુટી મેયર નારાજ થયા છે. તો બીજી તરફ મેયરે પણ સીસીટીવી કેમેરાનો વ્યુ બદલવામાં આવશે. હાલ તો મહાનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચે પદાધિકારીઓને આ એક્સેસ આપવાની ચર્ચા ચાલી રહી છે.

Most Popular

To Top