શહેરના પાણીગેટ વિસ્તારથી સરદાર એસ્ટેટ સુધીના દબાણો દૂર કરવા સ્થાનિક પોલીસ સાથે દબાણ શાખા ટીમ પહોંચી

ગેરકાયદેસર અતિક્રમણ પર કડક કાર્યવાહી કરવાના સતત પ્રયાસરૂપે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે સ્થાનિક પોલીસ સાથે મળીને પાણીગેટ વિસ્તારથી સરદાર એસ્ટેટ સુધી ના ગેરકાયદેસર દબાણો હટાવવા પોહચી હતી. આ કામગીરીનો હેતુ શહેરમાં ગેરકાયદેસર રીતે કાર્યરત લારી ગલ્લા અને ટેબલ ખુરશીઓ દૂર કરવા અને રસ્તા પર નળતા દબાણો દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

ગઈકાલે પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં કરવામાં આવેલી ઝુંબેશમાં ચાર ટ્રકનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, આજની કામગીરીમાં પ્રમાણ કરતાં ઓછી વસ્તુ જપ્તી થઈ હતી, જેમાં ફક્ત ત્રણથી ચાર લારી જપ્ત કરવામાં આવી હતી. દબાણ કરતાઓને પહેલેથી જ જાણે ખબર હોય તેમ દબાણ શાખા ટીમ આવે તે પહેલાં લારી ગલ્લા દ્વારા સ્વૈચ્છિક રીતે અતિક્રમણ દૂર કરી દેવામાં આવ્યું હતું.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની “દબાણ હટાવો” ઝુંબેશ જાહેર જગ્યાઓ પર ફરીથી કબજો મેળવવા અને મ્યુનિસિપલ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે એક પહેલ છે. કોર્પોરેશનના પ્રયાસોને સ્થાનિક પોલીસ સાથ મળ્યો છે, જેઓ ગેરકાયદેસર અતિક્રમણ જપ્ત કરવામાં મદદ કરી રહ્યા છે.
