હાથી ખાના માર્કેટ પાછળના પેટ્રોલ પંપ સુધીના રસ્તા પરથી અવરોધો દૂર કરાયા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ હાથી ખાના માર્કેટ પાછળના પેટ્રોલ પંપ સુધીના રસ્તા પરથી અવરોધો દૂર કરવા માટે પાલિકા તંત્ર કટિબંધ છે. કોર્પોરેશને કુંભારવાડા પોલીસ સ્ટેશનોના સહયોગથી, તથા તેમના સ્ટાફની મદદથી કેબિન, લારી અને ગલ્લા સહિતનો માલ જપ્ત કરવાની કામગીરી હાથ ધરી.


પાલિકા તંત્ર ની દબાણ શાખા ટીમે આજે અતિક્રમણ કરાયેલ સામગ્રીના 1 ટ્રકથી વધુનો સામાન સફળતાપૂર્વક જપ્ત કર્યો, જે જાહેર જગ્યાઓ ગેરકાયદેસર દબાણો દૂર કરવાના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ ઝુંબેશ મ્યુનિસિપલ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા અને શહેરના માળખાગત સુવિધાઓ જાળવવા ભાગરૂપે સતત ચાલુ રાખેલ છે.
કોર્પોરેશનના પ્રયાસોથી અતિક્રમણને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા રહેવાસીઓ અને મુસાફરોને રાહત મળવાની અપેક્ષા છે. પારદર્શિતા અને જવાબદારી પ્રત્યે પાલિકાની પ્રતિબદ્ધતા સાથે, શહેર જાહેર જગ્યાઓને વધુ સંગઠિત અને કાર્યક્ષમ સંચાલનની અપેક્ષા રાખી શકે છે.


જોકે પાલિકાની દબાણ શાખા ની ટીમ હાથીખાના પાસે અતિક્રમણ દૂર કરવા પહોંચી ત્યારે દબાણ કરતાંઓ સાથે થોડી નોક જોક પણ થવા પામી હતી પરંતુ સ્થાનિક પોલીસ વચ્ચે આવતા મામલો થાળે પડ્યો હતો. પોલીસે મામલો સંભાળતા શાંતિપૂર્ણ રીતે પાલિકાની દબાણ શાખા એ દબાણ કરતાંઓનો સામાન જપ્ત કર્યો હતો.
