Vadodara

વડોદરા મ્યુનિસિપલ કમિશનર સ્પેશિયલ ડિસ્ટ્રીક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્ત

પાલિકાના 1250 કર્મચારીઓને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી સોંપાઈ, આવતીકાલથી ટીમ કામગીરી શરૂ કરશે

વડોદરા: ગુજરાતમાં હાલ ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંતર્ગત વડોદરા શહેર માટે ચૂંટણી પંચ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને સ્પેશિયલ ડિસ્ટ્રીક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિયુક્તિ બાદ હવે વડોદરા મહાનગરપાલિકા તરફથી આશરે 1250 જેટલા કર્મચારીઓને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી સોંપવામાં આવશે. પાલિકાના વિવિધ વિભાગોના કર્મચારીઓ આ પ્રક્રિયામાં જોડાશે. આ કામગીરી આવતીકાલથી શરૂ થશે, જેમાં ફોર્મ વિતરણ અને સ્વીકારણીની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. આ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ સેન્ટર ઉભા કરાશે, જ્યાં નાગરિકો પોતાનું નામ ઉમેરવા, સુધારવા અથવા કાઢવા માટે અરજી કરી શકશે. ચૂંટણી યાદીની રિવિઝન કામગીરી ઝડપી રીતે પૂર્ણ થાય તે માટે પાલિકા તરફથી વોલન્ટિયર્સની પણ નિમણૂક કરવામાં આવશે. વોલન્ટિયર્સ કર્મચારીઓને મદદરૂપ બનીને ફોર્મ ભરાવવાની અને જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી કરશે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આ સમગ્ર કામગીરી નક્કી કરાયેલા સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે.

Most Popular

To Top