Vadodara

વડોદરા: મોબાઈલના હપ્તા નહીં ભરતા યુવક પર હુમલો

ચાર શખ્સોએ યુવાનને માથામાં કડાના ઘા ઝીંક્યા લોહીલુહાણ હાલતમાં યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
વડોદરા: શહેર નજીક દશરથ ગામે રહેતા યુવકે તેના મિત્રના નામ પર રૂપિયા ૮૦ હજારનો મોબાઈલ લોનથી લીધો હતો. ચાર હપ્તા ભર્યા બાદ હપ્તા ભરવાનું બંધ કરતા ઉશ્કેરાયેલા મિત્ર સહિત ચાર ઈસમોએ ઝઘડો કરીને ઢોર માર માર્યો હતો. હાથમાં પહેરેલા કડાથી માથામાં ઘા ઝીંકી દેતા યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પાદરા તાલુકાના ડભાસા ગામે રહેતા જગદીશભાઈ જરાભાઈ સોલંકીએ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ડભાસા ખાતે આવેલી કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરું છું. ૨૭ એપ્રિલના રોજ હું મારા ઘરે હાજર હતો. ત્યારે મારા પુત્ર અનુજે મને ફોન કરીને કહ્યું હતું કે આજથી છ મહીના પહેલા ભાવેશ ચૌહાણએ મને દરારથ ગામ ખાતેથી એપલ કંપનીનો આઇફોન-૧૫ પોતાના નામ પર લોન કરાવીને મને આપ્યો હતો. મોબાઈલ ફોનના ચાર હપ્તા ભર્યા બાદ બંધ કર્યા હતા. તેના પછીના બે હપ્તા બાઉન્સ થયા હતા. હું દશરથ ગામ નાળા પાસેથી બુલેટ લઈને માધવનગર સોસાયટી ખાતે ઘરે જતો હતો. ત્યારે એક નંબર પ્લેટ વગરની કાળા કલરની સ્કોર્પીયો ગાડી આવીને રોડ વચ્ચે ઉભી રહી ગઈ હતી. જેથી મે પણ બુલેટ મોટર સાઈકલ ત્યા ઉભી રાખી હતી. સ્કોર્પીયો ગાડીમાથી ચાર ઈસમો નીચે ફિલ્મી ઢબે ઉતર્યા હતા. મિત્ર રાહુલ ભરવાડ, ભાવેશ ભરવાડ તથા ભાવેશ ચૌહાણ તથા સુજલ રામી બેફામ ગાળો બોલતા હતા “તુ કેમ મોબાઈલના હપ્તા ભરતો નથી તેમ કહીને મારી સાથે ઝપાઝપી કરતા શરીરે ઇજાઓ પહોંચી હતી. માથામાં કડા ઘા માર્યા હતા જીવલેણ હુમલા બાદ તમામ નાસી ગયા હતા. મને શરીરમાં અનેક જગ્યાએ ઈજાઑ થતા સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં એસ., એસ.જી હોસ્પિટલ ખાતે લવાયો હતો. છાણી પોલીસે ઇજાગ્રસ્તના પિતાની ફરિયાદના આધારે ચાર હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top