ફરજ નિભાવી પરત ફરી રહેલા મહિલા અધિકારી પણ આ દ્રશ્ય જોઈ રોકાઈ ગયા :
મહિલા પોલીસ અધિકારી અને સેવા ધારીના કર્મોથી તમામનો જીવ બચી ગયો :
વડોદરા શહેરમાં રાત્રિના પોણા બાર વાગ્યાના અરસામાં ગોરવા શાકમાર્કેટ આગળ એક સેવાધારી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના સામેના રસ્તા ઉપર એક દંપતિ બે નાના બાળકો સાથે બાઈક ઉપર જઈ રહ્યા હતા અને અચાનક પાછળ બેઠેલા બહેન રોડ ઉપર પટકાયા અને ચીસો બુમો પડતા જ આ સેવાધારી તેમની પાસે પહોંચી ગયા આ બહેનને જોતા જ તેઓ રોડ ઉપર ઉંધા સુતેલા જણાય આવ્યા હતા તેમના પતિ દ્વારા આગળ પહોંચી ગયા અને આવીને તેઓએ જોતા તેમની પત્નીને સીધા કરીને તપાસ કરતા માથા ઉપર તથા મોં પર લોહી વહી રહ્યું હતું. એક મિનિટ સુધી તો કોઈ પણ જવાબ પણ આપ્યો ન હતો. આ સમ્યાન્તરે સેવાધારી ચિંતનભાઈએ 108 એમ્બ્યુલન્સ સેવા ઉપર જાણ કરી સમય રાતનો હતો. તેમ છતાં પણ આજુબાજુના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. પરિસ્થિતિ જોતા લાગ્યો કે ઘણો સમય લાગશે. આ દરમિયાન ત્યાંથી એક પોલીસની પીસીઆર પસાર થઈ રહી હતી. હાથ કરી બોલાવી પીસીઆર તાબડ તોડ આવી પહોંચી. જેમાંથી એક મહિલા અધિકારી નીકળ્યા જીઓ પોતે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ તોમર હતા. તેઓ આવી પહોંચ્યા બાદ તેમણે આ જાણ તરત જ અન્ય વિભાગોમાં કરી જોકે મોડું થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ હોય પોતાની વાનમાં જ આ મહિલાને બેસાડી તાબડ તોડ ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે યુદ્ધના ધોરણે સારવાર અર્થે લઈ ગયા હતા. જેના કારણે આ મહિલાનો આબાદ વચાવ થયો હતો. ત્યારે આ સમગ્ર મામલે ચિંતનભાઈએ મહિલા અધિકારી તોમરનો આભાર વ્યક્ત કર્યો હતો.