પ્રતિનિધિ વડોદરા તા.13
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાંથી રાત્રીના સમયે મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટ દ્વારા વિકૃત અવાજ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવનાર 4 ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા ઝડપી પડાયા હતા. તેમના જ વાહનો ડીટેઇન કરીને ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.
વડોદરા શહેર વિસ્તારમાં મોડી રાત્રીના સમયે મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટ અને બાઈક ચાલકો દ્વારા વિકૃત અવાજ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવનાર ચાલકો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરે સૂચના આપી હતી. જેના આધારે ટ્રાફિક શાખા-પશ્ચિમ દ્વારા સ્પે. ડ્રાઈવ રાખી મોડીફાઈડ સાયલન્સર વાળા બુલેટ અને બાઈક ડીટેઈન કરવાની કાર્યવાહી કરવામા આવી રહી છે. ટ્રાફિક પોલીસ ની ટીમ દ્વારા રવિવારે રાત્રીના સમયે શહેરના અલકાપુરી વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ દરમ્યાન મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટ ચાલકો દ્વારા વિકૃત અવાજ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવતા આવા 4 બુલેટ ચાલકોને પકડી તેમના વાહનો ડીટેઈન કરી એમવી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.