વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રતિનિધિ મંડળની એફઆરસીના નવનિયુક્ત સભ્યોની લીધી મુલાકાત :
વીપીએની તમામ શાળાની વ્યાજબી ફી નક્કી થાય તેવી રજૂઆત કરી
વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રતિનિધિ મંડળે વડોદરા ઝોન એફઆરસીમા નવા નિમાયેલા સભ્યોની મુલાકાત લીધી હતી.અને તમામ સભ્યોને શુભેચ્છા સાથે વડોદરાના વાલીઓને દરેક શાળાની વ્યાજબી ફી નક્કી થાય તેવી રીતના રજૂઆત કરી હતી. આ નવ નિર્મિત સમિતિને વિનંતી પણ કરી છે કે જ્યારે પણ તેઓ ખાનગી શાળા ની ફી નક્કી કરે ત્યારે શાળાની સ્થળ મુલાકાત લઈને શાળા દ્વારા રજૂ કરેલા તમામ નાણાકીય આંકડાઓની ચકાસણી કરે.
સુપ્રીમ કોર્ટના અંતરિમ હુકમ મુજબ એફ આર સીનાં ઓર્ડર પહેલાં સ્કૂલ એ લાસ્ટ ઓર્ડર થયેલી ફીસ લેવાની હોય છે. પરંતુ મોટાભાગની સ્કૂલોએ જે બેફામ ફીસ લીધેલી છે તે રિફંડ કરે, શાળા પાસે રમત ગમત નું મેદાન છે કે નહિ ?? શિક્ષકોને આપવામાં આવતો પગાર ,શાળા દ્વારા લેવામાં આવતી ફી કયા માળખા અંતર્ગત લેવામાં આવે છે? (આપવામાં આવતી ફી ની રસીદ સાથે) અને એકાઉન્ટ અલગ અલગ છે કે કેમ? સ્કૂલ ટ્રસ્ટ દ્વારા ચલાવાતી હોય છે અને તેમાં નહિ નફા નહિ નુકશાન ની ભાવના સંકળાયેલ હોય છે માટે ટ્રસ્ટ નાં એકાઉન્ટ થી કોઈ અંગત ખાતા માં પેમેન્ટ ટ્રાન્સફર કરી ગેરરીતિ કરતી સ્કૂલ ઉપરની ચકાસણી, શાળામાં ભણતા વિદ્યાર્થીઓના ગુણાંકમાં શાળા પાસે રમત ગમતના સાધનો, લેબોરેટરી અને પુસ્તકાલયની વ્યવસ્થા છે કે કેમ? જો એક જ શાળા પરિશરની અંદર સવારની અને બપોરની પાળી અલગ અલગ ચાલતી હોય તો તે માટે લેબોરેટરી, લાઇબ્રેરી અને રમતગમતના સાધનોની નાણાકીય ફાળવણી વિદ્યાર્થીઓના ગુણાંકમાં કરવામાં આવી છે કે કેમ? શિક્ષકોને અપાતો પગાર અને શિક્ષકોની લાયકાત આવા અનેક વિવિધ મુદ્દાઓ ઉપર વિશેષ ધ્યાન દોરવા માટે વિનંતી કરી છે, આ ઉપરાંત ફીસ નાં ઓર્ડર થાય બાદ વાલીઓને તેની જાણકારી મળી રહે તે માટે નોટિસ બોર્ડ પર ઓર્ડર હોય સ્કૂલ વેબસાઇટ પર ઓર્ડર ઉપલબ્ધ રહે.