વડોદરા તા.8
ઇલોરા પાર્કમાં કપડા, મોબાઇલ ઘડિયાળ સહિતનો સામાન વેચાણ કરનાર ઠગ વેપારી ત્રણ યુવકોને સસ્તામાં મોબાઇલ આપવાના બહાને તેમની સાથે રૂપિયા 75 હજારની ઠગાઇ આચરવામાં આવી છે. જેમાં ત્રણ મિત્રો પાસેથી રૂપિયા 1.26 લાખ પડાવી લીધા હતા જેમાંથી વારંવાર માગણી કરતા માત્ર રૂ.51 હજાર પરત માંગ્યાં હતા. જેથી યુવકે ઠગ ભાવિનશાહ સામે છેતરપિંડની ફરિયાદ નોધાવી છે.
વડોદરા શહેરના લક્ષ્મીપુરા ગામે શિવાલય રેસિડેન્સમાં રહેતા દિવ્યેશભાઇ પ્રવિણચંદ્ર ભટ્ટ લોન કન્સલ્ટન્સીનું કામ કરે છે. ઇલોરાપાર્ક ખાતે કપડા, મોબાઇલ, ઘડિયાળ સહિતના દુકાન ચલાવતા ભાવિન શાહ મિત્ર સમીરભાઇ કિશોરચંદ્ર આચાર્ય ઓળખતા હતા. જેથી દિવ્યેભ ભટ્ટ પણ ગોત્રી રોડ પર આવેલી ઓફિસ પર બેસવા માટે જતો હતો. ભાવિન શાહ સસ્તા ભાવના મોબાઇલનું વેચાણ કરતો હોવાનું સ્ટેટસ મુકતો હતો. જેથી યુવકે સ્ટેટસ જોઇને સેમસંગ ગેલેક્સી અલ્ટ્રા 24 મોબાઇલ ખરીદવાનો હોય તેને કિંમત પુછતા તેણ રૂપિયા 58 હજાર જણાવ્યું હતું. જેથી અન્ય જગ્યા કરતા ભાવ ઘણો ઓછો લાગતા વિશ્વાસમાં આવી ગયો હતો અને ભાવિન શાહ પાસે મોબાઇલ મંગાવ્યો ઓનલાઇન મંગાવ્યો હતો. ત્યારે ભાવિન શાહે મોબાઇલના રૂપિયા એડવાન્સમાં આપવા પડશે તેમ જણાવી રૂ.51 હજાર તેને આપી દીધા હતા. જ્યારે બાકીની રકમ મોબાઇલની ડિલિવરી મળ્યાં બાદ આપવાના રહેશે અને બેથી ત્રણ દિવસમાં કુરીયર દ્વારા એડ્રેસ પર મોબાઇલ આવી જશે તેમ જણાવ્યું હતું. પરંતુ ડિલિવરી નહી મળતા યુવકે ભાવિન શાહને વાત કરતા ઠગ ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેથી યુવકે તપાસ કરતા ભાવિન શાહે મોબાઇલ ખરીદી આપવાના બહાને મિત્ર કિરણ ત્રિકમ મિસ્ત્રી પાસેથી રૂપિયા 50 હજાર તથા સમીર શાહ પાસેથી રૂપિયા 25 હજાર પડાવી લીધી હતા. ભાવિન શાહે ત્રણ યુવકો પાસેથી મોબાઇલ અપાવવાના બહાને રૂ.1.26 લાખ પડાવી લીધા હતા. તેની પાસે વારંવાર માગણી કરતા માત્ર રૂ.51 હજાર પરત આપ્યા હતા જ્યારે રૂ.75 હજાર આજદીન સુધી નહી આપી ત્રણ મિત્રો પાસે ઠગાઇ કરી હતી. જેથી એક મિત્ર દિવ્યેશ ભટ્ટે ઠગ ભાવિન શાહ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.