મેયર બીમાર એમના વિસ્તાર સહિત વડોદરાની હાલત બિસ્માર
છેલ્લા બે દિવસમાં ચાર ઇંચ વરસાદથી લોકોમાં ફરી પુરનો ભય
શહેરમાં છેલ્લા 2 દિવસમાં 4 ઇંચ જેટલો વરસાદ પડયો છે. વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવની સમસ્યા સર્જાઈ છે. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ઘર આગળ જ પાણીનો જમાવડો હોવાથી સ્થાનિકો રોગચાળાની દહેશત વચ્ચે જીવી રહ્યા છે. સ્થાનિકોને અહીંથી વાહન લઈ પસાર થવું કે ચાલતા જવામાં પણ ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કોઈજ વ્યવસ્થા આવેલી નથી.
આ વિસ્તર વોર્ડ નં 4 મેયર પિન્કી બેનનો વિસ્તાર છે . મેયર તો બીમાર છે પરંતુ એમનો વિસ્તાર પણ બિસ્માર હાલતમાં છે.
વડોદરામાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, પાણી ભરાવાના કારણેે લોકોને પારાવાર મુશ્કેલી વવચે રહેવા મજબૂર બન્યા છે.
વડોદરામાં 2 દિવસમાં 4 ઇંચ જેટલો વરસાદ પડયો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામા આવી નથી તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
વહીવટી વોર્ડ નંબર 4 માં સ્થાનિકો દ્વારા વોર્ડ કોર્પોરેટરને અનેકવાર રજૂઆત કરી છે. વરસાદી પાણી સાથે આ વિસ્તારના લોકોને આરોગ્ય, સ્ટ્રીટ લાઈટની સુવિધાઓથી હજુ વંચિત છે. સ્માર્ટ સિટીના નામે ઓળખાતી વડોદરા નગરીના રહીશો હજુ પણ વિકાસ માટે ઝઝુમી રહ્યા છે. શુક્રવારે રાતે વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય હતા. તો અનેક વિસ્તાર માં વરસાદી પાણી ભરાયાં અને વાહનો પાણી માં બંધ પડ્યા હતાં. ક્યાંક કાર પાણીમાં ફસાઈ તો ક્યાંક સ્કૂટર બંધ પડયા . એરપોર્ટ સર્કલથી ખોડિયાર નગર રસ્તા પર ટ્રાફિક ની સમસ્યા સર્જાઇ હતી. જોકે શહેરમાં છેલ્લા બે દિવસ માં 4 ઇંચ વરસાદ પડયો છે ત્યારે શહેરના વાઘોડિયા રોડ , જલારામનગર , કિશનવાડી, માંજલપુર, ગોરવા, પ્રતાપગંજ, ચાર દરવાજા અને રાવપુરા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સાથે સ્થાનિકોને ભરાયેલા પાણીથી ખુબજ મુશ્કેલી વેઠી રહ્યાં છે.
શહેરના ખોડિયારનગર ના રહીશો વરસાદી પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે. વહીવટી વોર્ડ 4માં આવતું ખોડિયારનગર ના રહીશો કહી રહ્યા છે કે વોર્ડના કોર્પોરેટ અહીં જોવા પણ નથી આવતા. અહીં અન્ય સુવિધાઓ મળી છે પરંતુ વરસાદી પાણીનો નિકાલ ન થતા પારાવાર મુશ્કેલી પડી રહી છે. સાથે વિવિધ રોગચાળો ફાટી નીકળે તેની ભીતિ સેવાઇ રહી છે અહીં હાલમાં ઓણ સ્માર્ટ સિટીના રહીશો સ્ટ્રીટ લાઈટ થી વંચિત છે. જલ્દીથી તેમની સમસ્યાનો અંત આવે તેવી માંગણી કરી રહ્યા છે.