બીબીએ ઇલેક્શનની ચુંટણીમાં 3337 પૈકી ગણતરીમાં 3310 બેલેટ પેપર નીકળ્યાં બાકીના ક્યાં ગયા ?
વકીલ ફરી મતગણતરીની રજૂઆત કરવા માટે નવા એડવોકેટ હાઉસ પહોંચ્યાં,
ચૂંટણી કમિશનર હાજર નહી મળતા અરજી તેમની કેચરીના દરવાજે ચોટાડાઇ
પ્રતિનિધિ વડોદરા તા.22
બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં 3337 મતદારોએ મતદાન કર્યું હતું. મતગણતરી દરમિયાન 3337 મતો પૈકી 3310 બેલેટ પેપર નીકળ્યાં હતા. મેનેજિંગ કમિટીના એક ઉમેદવારનો 1245 મત મળ્યા અન્યેને 1247 વોટ મળતા તેઓ હારી ગયા હતા. જેથી આ ઉમેદવારે બેલેટ પેપર 3310 નીકળ્યા હોય તો બાકીના 27 બેલેટ પેપર ગયા ક્યાં ? તેવા આક્ષેપ સાથે રિકાઉન્ટિંગ કરવા માગણી કરી હતી અને ચૂંટણી કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યાં હતા પરંતુ નહી આવતા તેમની કચેરીના દરવાજા પર રિકાઉન્ટિંગ અરજી ચોડાટી ઉમેદવારે રોષ વ્યક્તિ કર્યો હતો.
વડોદરા વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી તથા મેનેજિંગ કમિટીના પદ માટે ચૂંટણી ગત 19 ડિસેમ્બરના યોજાઇ હતી. જેમાં 37 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી દિવસે મતદારો ભારે ઉત્સાહ ભેર સવારથી સાંજ સુધી મતદાન કર્યું હતું. જેમાં 4515 મતદારો પૈકી 3337 વકીલ મતદારોએ પોતાના મતધિકારીનો ઉપયોગ કર્યો હતો. ત્યારે વોટિંગ પૂર્ણ થયા બાદ મોડી રાત સુધી મતગણતરી પૂર્ણ થઇહતી જેમા પ્રમુખ સહિતના ઉમેદવારોના પરિણામ જાહેર થયા હતા. પરંતુ મેનેજિંગ કમિટી એલ આર સહિતની પદ માટે બીજા દિવસે એટલે કે 20 ડિસેમ્બરના રોજ ગણતરી યોજાઇ હતી. જેમાં મેનેજિંગ કમિટીના એક ઉમેદવારને 1145 મત મળ્યાં હતા જ્યારે અન્ય ઉમેદવારને 1247 મત સાથે વિજય થયો હતો. પરંતુ આ વકીલ ઉમેદવાર ધર્મેન્દ્ર શિનોરાની બે મતથી હાર થઇ હતી. ત્યારે આ ઉમેદવારે જણાવ્યું હતું કે વકીલ મંડળની ચૂંટણીમાં કુલ 3337 મતદારોએ મતદાન કર્યુ હતું. જેની ગણતરી કરતા 3337 મતદાન પૈકીના 3310 બેલેટ પેપર પણ ગણતરીમાં નીકળ્યાં હતા. ત્યારે બાકીના 27 બેલેટ પેપર ગયા ક્યાં ? તેવા આક્ષેપ સાથે રિકાઉન્ટિંગની ઉમેદવારને માગણી કરી હતી. ત્યારે 22 ડિસેમ્બરે વકીલ ઉમેદવાર ચૂંટણી કમિશનરને રિકાઉન્ટિંગ કરવા માટે રજૂઆત કરવા માટે પહોચ્યા હતા પરંતુ ચૂંટણી કમિશનર નવા એડવોકેટ હાઉસ ખાતે હાજર ન હોય રિકાઉન્ટિંગ માટે અરજી ચૂંટણી કમિશનર કચેરીના દરવાજા પર ચોટાડી દીધી હતી.
વકીલ ઉમેદવાર સસ્તી પ્રસિદ્ધ મેળવવા માટે ખોટા આક્ષેપ કરી રહ્યાં છે
મતગણતરી દરમિયાન જ ચૂંટણી પંચ દ્વારા આક્ષેપ કરનાર વકીલને ફરીથી તેમની માગણી મુજબ રિકાઉન્ટિંગ કરવા માટે જણાવ્યું હતું. જેમાં પ્રમુખ પદના વિજેતા ઉમેદવાર હસમુખ ભટ્ઠ તથા ખજાનચી નિમિષા ધોત્રેની હાજરીમાં બે બંડલનું વેરિફિકેશન કરવા માટે આપ્યાં હતા. પરંતુ હવે ચુંટણી પત્યાં બાદ હવે ચૂંટણી પંચ પર ખોટા આક્ષેપ કરીને વકીલ ધર્મેન્દ્ર શિનોરાએ સસ્તી પ્રસિદ્ધ મેળવવા માટે સ્ટન્ટ કરવામાં આવ્યો છે. હિતેશ ગુપ્તા, એડવોકેટ