બર્થ વિશ કરવા મિત્રનો ફોન આવતા શંકાશીલ પતિએ સિમ કાર્ડ તોડી નાખ્યું
પ્રતિનિધિ વડોદરા તા.14
અકોટા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન મેટ્રીમોનિયલ સાઇટ પરથી સંપર્કમાં આવેલા યુવક સાથે કર્યા હતા. પરંતુ શંકાશીપ પતિએ પત્ની કોઇ પણ સાથે વાત કરે તો તેની શંકા કરીને મારઝૂડ કરતો હતો. લગ્ન બાદ મિત્રનો બર્થ વિસ કરવા ફોન આવતા તેણે ફોન તોડી નાખ્યો હતો. ઉપરાંત દહેજ પેટે પત્ની પિયરમાંથી ફોર વ્હીલ કાર લઇ આવવા માટે દબાણ કરી હેરાન કરતો હતો. જેથી પરીણિતાએ પતિ સહિત સાસરીયા વિરુદ્ધ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ક્લાસિક રેસિડેન્સમાં રહેતા દર્શિતાબેન જોષીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે સને-2013માં મેટ્રી મોનિયલ સાઇટપર થી સંપર્કમાં આવેલા અને મુંબઇ ખાતે હીતેષ જોષી સાથે સમાજના રિતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. મારે સંતાનમાં બે બાળકો છે પરંતુ મારી બર્થડે હોય મારી સાથે ભણતા મિત્રનો બર્થડે વિસ કરવા ફોન આવ્યો હતો ત્યારે હિતેષ મારી પર ગુસ્સે થઇ સીમ કાર્ડ તોડી મારી સાથે ઝઘડો કર્યો હતો. કોઇની પણ સાથે વાત કરું તો મારા પતિ મારી ઉપર શંકા રાખી અવાર નવાર ઝઘડો કરી મારઝુડ કરતા હતા. મારા પતિની એચએમઈએલ કંપનીમાં નોકરીમાં પંજાબ ખાતે પોસ્ટિંગ મળતા હુ હિતેષ તથા મારા બાળકો સાથે પંજાબ રહેવા માટે ગયા હતા. દરમ્યાન મકાન માલીક તથા તેના પરિવાર તેમજ અમારા ઘરની આજુબાજુમાં રહેતા ગુજરાતી છોકરીઓ સાથે પણ વાત નહી કરવી તેવું કહીને મારઝુડ કરતો હતો. ઉપરાંત પતિએ માતા-પિતાના ઘરેથી દહેજ પેટે ફોર વિહિલર ગાડી લઇ આપવા માટે અવાર નવાર દબાણ કરતો હતો. બાદમાં મારા પતિ સાઉદીની એર પ્રોડક્ટ કંપનીમાં નોકરી માટે એપ્લાય કરતા ઓફર લેટર આવતા મે તેમને પુછેલ કે તમે સાઉદી જશો તો મારે મુંબઈ રહેવાનું કે મારા માતા પિતા સાથે વડોદરા રહું ? ત્યારે તેણે તારા જીજાજી પ્રધ્યુમન રહે છે જેથી તુ તેની સાથે સબંધ રાખીશ એટલે તારે વડોદરા રહેવું છે તેમ કહી મારી મારઝુડ કરતો હતો. કંટાળીને મે ન્યાય માટે પોલીસના દ્વારા ખખડાવ્યા છે.