વડોદરા તા. 21
વડોદરા શહેરના છાણી રોડ ઉપર રહેતા મુસ્લિમ શખ્સે 14 વર્ષની સગીરાને પકડી તેનુ મોઢું દબાવી દીધું હતું. ત્યારબાદ તેના શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. જેથી સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
વડોદરાના જુના છાણી રોડ વિસ્તારમાં જૈતુનનગરમાં
રહેતા અનીશ ઉર્ફે તુફાની યુનુશખાન પઠાણે 14 વર્ષની સગીર વયની દિકરીને પડીકી લેવા મોકલી હતી. જેવી સગીરા પડીકી લઇને પરત આવી રહી હતી તે દરમિયાન અનીશ ઉર્ફે તુફાની યુનુશખાન પઠાણે સગીરાનો હાથ પકડી લીધો હતો. ત્યારબાદ તેને ખેંચીને મોં દબાવી દીધું હતું અને સગીરાના શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. જેથી સગીરા ગભરાઈને ભાગી ગઈ હતી અને માતાને અનિશે તેની સાથે કરેલી હરકત બાબતે પોતાની વાત કરી હતી. જેથી માતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-75(1)(1),75(3) તથા પોક્સો એક્ટ કલમ-8,12 મુજબ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.