સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની કારકિર્દી ઉપર મોટા સવાલ ઊભા થયા :
પદવીદાન સમારોહની તૈયારી સપ્ટેમ્બરથી જ શરૂ થઈ ગઈ છે, જલ્દીમાં જલ્દી ડિગ્રી આપવામાં આવશે : VC
( પ્રતિનિધિ )વડોદરા,તા.26
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી માસમાં યોજાતા હોય છે. પરંતુ મુખ્ય મહેમાન તરીકેનું કોઈ મહાનુભાવનું નામ નક્કી નહીં થતાં હાલ પદવીદાન સમારોને લઈ ભારે અસમંજસ ચાલી રહી છે, તો બીજી તરફ જાણકારી કોઈ નહીં મળતા સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે.
એમ.એસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કોઈ મહાનુભાવનું નામ નક્કી નહીં થતું હોવાના પગલે યુનિવર્સિટીનો પદવિદાન સમારોહ ક્યારે યોજાશે તે સવાલ ઊભો થયો છે.જોકે આ વખતે યોજાનાર પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવોનું નામ હજી સુધી નક્કી નહીં થતા યુનિવર્સિટીના 73 માં પદવીદાન સમારોહની ઉજવણી સંદર્ભે સવાલો ઉભા થયા છે. આ મામલે વાઈસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે પણ ગોળ ગોળ જવાબો આપી સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની કારકિર્દી ઉપર મોટા સવાલ ઊભા કર્યા છે, તેમણે જણાવ્યું હતું કે, એમએસ યુનિવર્સિટીમાં આગામી કોન્વેકશન માટેની તૈયારી કરી રાખી છે જે બેઝિક હોય છે તે તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે. હાલ મહેમાનોને કારણે અમે તારીખ જાહેર કરી નથી શકતા. જેવી તરત તારીખ નક્કી થશે તેને જાહેર કરવામાં આવશે. આ પહેલા પણ સપ્લીમેન્ટરી કોન્વોકેશનું આયોજન થયું છે બે વર્ષ પહેલાં. અમે વિદ્યાર્થીઓનું વર્ષ બગડવા નહી દઈએ કોઈને કોઈ વ્યવસ્થા કરીશું. અમારા મેડિકલના વિદ્યાર્થી જે છે તેમને જલ્દીમાં જલ્દી ડિગ્રી આપવામાં આવશે આ યુનિવર્સિટીની નૈતિક જવાબદારીઓ છે એમાં કોઈ કહે અને કામ કરે એવું નથી હોતું યુનિવર્સિટી ઓલરેડી સપ્ટેમ્બર મહિનાથી જ તમામ તૈયારી શરૂ કરી લીધી હતી. રીઝલ્ટ જૂન મહિનામાં ડિકલેર થઈ ગયા હતા. જે બાદ કોન્વેકશન કરવા માટે અમારી જે બેઝિક તૈયારી હતી એ પૂરી કરી દીધી છે. એમએસ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે જે ફાઈનલ થશે એ બાદ તારીખ જાહેર કરાશે.