Vadodara

વડોદરા: મિત્ર પર ચાકુથી હુમલો કરી મિત્ર એજ રૂપિયા 1.74 લાખ લૂંટી લીધા…..

સમા સાવલી રોડ પર રહેતા યુવકને તેના મિત્રએ ચાર લાખ રૂપિયા આપ. મારા પિતા પાસે ડોલરમાં એક્સચેન્જ કરાવીશું તો રૂપિયા 22 લાખ પરત મળશે તેવી લાલચ આપી હતી. યુવકને લાલચ આવતા તે તેના પીતા અને ભાઈ પાસેથી રુ.1.74 લાખ લઈ આવ્યો હતો. ત્યારબાદ મિત્ર યુવકને મોપેડ પર પોતાના પિતાની નવી બંધાતી સાઈટ પર લઈ જવાનું કહી જરોદ રોડ ઉપર આવેલા અમૃતપુરા ગામની સીમમાં લઈ ગયો હતો. ત્યાં મિત્રએ યુવકનું મોઢું તથા આંખ દબાવી ચાકુથી હુમલો કર્યો હતો ત્યારબાદ ધક્કો મારીને તેને કાસમા ફેંકી દીધા બાદ રૂપિયા ભરેલી થેલીની લૂંટ ચલાવીને ભાગી ગયો હતો. જેથી યુવકે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં લૂંટારુ મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના સમાસાવલી રોડ પર સત્યમ નગરમાં રહેતા જય ઉર્ફે જતીન રાજેશભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે કે પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં ઓનલાઇન નોકરી કરુ છુ.
3 ઓક્ટોબરના રોજ મારા નવા મિત્ર જય યોગેશકુમાર પરમારે ફોન કરી જણાવ્યું હતું કે આપણે અગાઉ રૂપિયામાંથી ડોલર અને ડોલરમાંથી રૂપિયા એક્સેન્જ કરવા બાબતે વાત થઈ હતી ને,. મારા પિતાની વાઘોડીયાથી જરોદ તરફ જતા રોડ ઉપર નવી બનતી સિધેશ્વર નામની મકાન બાંધકામની સાઇટ આવેલ છે અને મારા પિતાને બે લાખ રૂપીયા હું આપીશ અને બે બે લાખ રૂપીયા તમો આપશો તો આપણે બન્નેને રૂ.22 લાખ એક્સચેન્જ થઈ પરત મળશે. તેવી વાત કરતા મે તેના ભરોષો રાખી અને મે મારા પિતા તથા ભાઈ પાસેથી લઈને રુ. 1.74 લાખ ભેગા કર્યા હતા અને સાંજના પાચેક વાગે જયના પિતાને આપવા માટે હું એક થેલામાં પૈસા મુકી ભાઈ આકાશ સાથે તેને મળવા માટે વડોદરા શહેર ખાતે આવેલ સંગમ ચાર રસ્તા પાસે મુરલીવાલા પાનના ગલ્લા પાસે જવા મારી એકટીવા લઇ રવાના થયા હતા. આ પાનના ગલ્લા પાસે મને જય યોગેશ પરમાર મળ્યો હતો . ત્યારબાદ જયે મને જણાવ્યું હતું કે આપણે મારા પિતાને મળવા જવાનું છે પરંતુ મારી પાસે હાલ કોઈ વાહનની વ્યવસ્થા નથી જેથી તુ તારી એકટીવા લઈ લે તેમ કહેતા અમે બન્ને જણા મારી એકટીવા લઈ વડોદરા શહેરના સંગમ ચાર રસ્તાથી નીકળી પ્રથમ ગોલ્ડન ચોકડી અને ત્યાથી આજવા ચોકડીથી નિમેટા થઈને રવાલ ચોકડી થઈને જરોદ રોડ પર અમરતપુરા ગામની સીમમાં પહોંચ્યા હતા. ત્યારબાદ શાતીલાલ ભયલાલ વસાવાના ખેતર પાસે આશરે રાતના આઠેક વાગે પહોંચતા મારી પાછળ બેસેલા જય યોગેશ પરમારે મને મારા પગમાં ખાલી ચડી છે જેથી તુ એક્ટીવા સાઇડમા ઉભી કર તેમ કહ્યું હતું. જેથી મે મારી એકટીવા સાઈડમાં ઉભી કરતા જય પરમારે મારું મોઢું તથા આખ દબાવી પોતાના હાથમાના કોઈ ધારદાર હથિયારથી મારા ગળા તથા હોઠ હુમલો કર્યો હતો અને ત્યાર બાદ મને રોડની બાજુમાં વરસાદી પાણીના કાસની બાજુમાં ધક્કો મારી ફેંકી દીધો હતો અને મારી એક્ટીવાની આગળ પડેલો રૂ.1.74 લાખનો થેલો લઈ જય યોગેશકુમાર પરમાર ત્યાથી નાસી ગયો હતો. વાઘોડિયા પોલીસે લૂંટ ચલાવનાર મિત્રને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top