પ્રતિનિધિ વડોદરા તા. 14
વડોદરા જિલ્લાના માસર ગામની સીમમાં જિલ્લા એલસીબીની ટીમે રેડ કરીને 78 હજારના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેના સાગરીત નહિ મળી આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
તાજેતરમાં જિલ્લા એલસીબી પોલીસે વરણામાં ગામ પાસેથી માર્બલ ના પાવડર ની આડમાં લઈ જવા તો 2.28 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે એલસીબી પીઆઇ કૃણાલ પટેલની સૂચના મુજબ 14 ઓગસ્ટ ના રોજ સાંજના સમયે એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી હકીકત મળી હતી કે, માસર ગામની સીમમાં બ્રાહ્મણવશી ગામ તરફ જવાના રોડ ઉપર બ્રિજેશભાઈ ઉર્ફે લાલો વિનુભાઈ પટેલના દિવેલાના વાવેતરવાળા ખુલ્લા ખેતરના શેઢા ઉપર ઝાડી ઝાખરમાં અતુલભાઈ બીપીનભાઈ દેસાઈ (રહે. મોભા સ્ટેશન) તથા રમેશભાઈ ઉર્ફે દપો સુરસંગ પરમાર (રહે-માસર ગામ) બહારથી વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે અને તેનું છુટકમાં વેપલો કરતો હોય છે. જેના આધારે એલસીબી ટીમ આત્મી મુજબના સ્થળ પર જગ્યાએ રેડ કરી હતી. ત્યારે સ્થળ પર આરોપી અતુલભાઈ બીપીનભાઈ દેસાઈ (રબારી) હાજર મળી આવતા તેને ઝડપી પાડયો હતો. તેને સાથે ખેતરના શેઢા પર ઝાડીઓમાં તપાસ કરી હતી. ત્યારે 78 હજારનો વિદેશીદારૂ અને બીયરનો કબ્જે કર્યો હતો. એલસીબીએ વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે અતુલ બીપીન દેસાઈની ધરપકડ કરી હતી જ્યારે રમેશ સુરસંગ પરમારને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી માટે મુદ્દામાલ વડુ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો હતો.
વડોદરા : માસર ગામની સીમમાંથી વિદેશી દારૂ – બિયરના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો, સાગરીત ફરાર
By
Posted on