Vadodara

વડોદરા: માર્બલના પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ – બિયરનો જથ્થો ઝડપાયો

વડોદરાથી ભરૂચ જતા દારૂ ભરેલા ટ્રકને જિલ્લા એલસીબીએ વરણામા ગામ પાસેથી દબોચ્યો

વિદેશી દારૂ- બિયર રુ.2.28 લાખ, માર્બલ પાવડર 91 હજાર, ટ્રક 15 લાખ અને એક મોબાઈલ મળી રુ.18.24 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

પ્રતિનિધિ વડોદરા તા 12

માર્બલના પાવડર ભરેલા બેગની આડમાં સંતાડીને વડોદરાથી ભરૂચ તરફ લઈ જતા વિદેશી દારૂ ભરેલા ટ્રકને જિલ્લા એલસીબીએ વરણામા ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો. ટ્રકમાંથી 2.28 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો, માર્બલ પાવડરના બેગ, મોબાઈલ અને ટ્રક મળી રુ.18.24 લાખનો મુદ્દામાલ કબજે કરીને વરણામા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો હતો.


જિલ્લા એલસીબી પીઆઇ કૃણાલ પટેલની સૂચના મુજબ સ્ટાફ 11 ઓગસ્ટ ના રોજ રાત્રિના સમયે વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગની કામગીરી કરી રહ્યો હતો. દરમિયાન બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક વડોદરા તરફથી નીકળી ભરૂચ તરફ જવાનો છે. જેના આધારે એલસીબી ધીમે વરણામા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલી ક્રિષ્ણા આઈમાતા હોટલ સામે વડોદરાથી ભરૂચ જવાની હાઇવે ટ્રેક ઉપર વાચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા જિલ્લા એલસીબી ની ટીમે સાઇડમાં લેવડાવી તપાસ કરતા ટ્રકમાં ડ્રાઇવર એકલો જ હતો. જેથી તેને નીચે ઉતારી નામ પુછતા ગોરઘનસિંહ લખમાસિંહ પવાર (રહે.ઓડા રાઠોડો કી વાડી, તા.કુંમ્ભલગઢ જી.રાજસમન (રાજસ્થાન) નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતા માર્બલ પાવડર ભરેલા બેગની આડમાં વિદેશી દારૂની પેટીઓ સંતાડી રાખી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી જિલ્લા એલસીબીએ વિદેશી દારૂ અને બીયર નો જથ્થો રૂપિયા 2.28 લાખ, મોબાઇલ તથા ટ્રક રુ.15 લાખ તથા માર્બલ પાઉડર ભરેલા 1000 બેગ રૂ.91 હજાર મળી રૂ. 18.24લાખનો મુદ્દામાલ કબ્જે કરી વરણામા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top