Vadodara

વડોદરા : માર્ગ અકસ્માતમાં સાપનું મોત, રીક્ષા ચાલકે વિધિવત રીતે કર્યા અંતિમ સંસ્કાર

કારમાં સાપ ચડી ગયા બાદ બહાર નીકળતા ટાયર ફરી વળ્યું :

રીક્ષા ચાલકે સાઈડ પર લાવી પાણી આપ્યું પણ સાપે અંતિમ શ્વાસ લીધા :

( પ્રતિનિધિ )વડોદરા,તા.20

વડોદરા શહેરમાં મંગલપાંડે રોડ પર એક અકસ્માતમાં ધામણ સાપનું મોત થતા ત્યાંથી પસાર થતાં રીક્ષા ચાલકે વિધિવત રીતે ધામણના અંતિમ સંસ્કાર કર્યા હતા.

વડોદરા શહેરમાં અકસ્માતનો વણઝાર યથાવત છે. ત્યારે આવા અકસ્માતમાં માનવોની સાથે સાથે રોજબરોજ કેટલાય પશુ પક્ષીઓ વાહનો નીચે આવીને મોતને ભેટતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ વડોદરા શહેરના મંગલ પાંડે બ્રિજ પાસે બન્યો હતો. જેમાં કારની અંદર ધામણ સાપ ઘૂસી ગયો હતો. ત્યારે એક રીક્ષા ચાલકે કારચાલકને આ અંગે કહેતા કાર ચાલકે કાર રોકી અને તેમાંથી સાપ બહાર નીકળી ગયો હતો. પરંતુ, કારનું ટાયર સાપ પર ચડી જતા તેનું મોત થયું હતું. કાર ચાલક તો ત્યાંથી નીકળી ગયો હતો. પરંતુ એક રીક્ષા ચાલક મુકેશ મારવાડીએ માનવતા દાખવીને સાપના વિધિવત રીતે અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારે ચોક્કસ મુકેશ મારવાડીની તેમજ ત્યાંથી પસાર થતાં રાહદારીની આ કામગીરી ઉભરી આવી હતી.

મુકેશ મારવાડીએ જણાવ્યું હતું કે મંગલ પાંડે રોડ ઉપર હું રીક્ષા લઈને ગેસ ભરવા માટે જઈ રહ્યો હતો. ત્યારે સામેથી ગાડીમાંથી સાપ નીકળતા મેં જોયો હતો. ડ્રાઇવરને બૂમ પણ મારી હતી, પણ ડ્રાઇવરની નજર પડી એટલે એ પણ ભડકી ગયો સાપ ગાડીમાંથી જ નીકળ્યો હતો. જોકે, અચાનક ટાયરમાં આવતા સાપ ઉપર ગાડી ચડી ગઈ હતી. જેથી સાઇડ ઉપર લાવીને મેં એને પાણી આપ્યું પણ થોડીવાર રહીને તે મૃત્યુ પામ્યો. જેથી કરીને હિન્દુ ધર્મના રીતિ રિવાજ મુજબ અંતિમવિધિ કરી હતી.

Most Popular

To Top