Vadodara

વડોદરા : મારી વીંટીનો નંગ પડી ગયો છે કહી ગઠિયો ખિસ્સામાંથી 7 હજાર રોકડ લઈ ફરાર

કુરિયરનું કામ કરતા વૃદ્ધે કુંભારવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી :

ચેક્સ શર્ટવાળા માણસ પર મને શક છે કહેતા વૃદ્ધે અજાણ્યા ઈસમની વાતોમાં ભેરવાઈ પોતાના ખિસ્સા ચેક કરાવ્યા :

( પ્રતિનિધિ )વડોદરા,તા.18

વીંટીનો નંગ પડી ગયો છે અને તમારા જેવા શર્ટ પહેરેલા માણસ ઉપર મને શક છે, તેમ કહી આધેડના ખિસ્સા ચેક કરી ભેજાબાજ 7000 રૂપિયાની રોકડ કાઢી લઈ ફરાર થતા કુંભારવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

વડોદરા શહેરમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ફતેગંજ વિસ્તારના મિડલ ક્લાસ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય હરીશભાઈ કાટવાલા કામ અર્થે નીકળ્યા હતા. કારેલીબાગ વિજયનગર ના નાકા પાસે આવેલી વર્ધમાન સોસાયટી પાસે પહોંચતા તેમની મોપેડ ગાડી બંધ પડી ગઈ હતી. જ્યાં એક અજાણ્યા ઇસમે તેમની બંધ પડેલી એકટીવા ગાડી પાસે આવી પોતાની વીટીનો નંગ અહીંયા પડી ગયો છે અને તમારી જેવા ચેકસ શર્ટ વાળા માણસો પર મને શકશે તેમ કહેતા હરીશભાઈએ પોતે મારા ખિસ્સા ચેક કરી લે તેમ કહ્યું હતું. જેથી અજાણ્યા ઇસમે તેમના ખિસ્સા ચેક કરી હરીશભાઈ ના પેન્ટના પાછળના ખીસ્સામાં મુકેલા પાકીટમાંથી આશરે 7000 રૂપિયા જે તેમણે ઉપરના ખિસ્સામાં મુકતા તે જોઈ ગયો હતો. જેને અજાણ્યો ઈસમ હરીશભાઈના ખિસ્સામાંથી નજર ચૂકવી રોકડ લઈને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે હરીશભાઈએ કુંભારવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે કુંભારવાડા પોલીસે અજાણ્યા ગઠીયાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top