વડોદરા તારીખ 15
વાઘોડિયા રોડ પર રહેતા જમીન લે વેચનો ધંધો કરતા દલાલે પોતાનું મકાન વેચી નાખ્યું હતું. પરંતુ ખરીદનારે તે મકાન પર રૂ.22.50 લાખની લોન લીધી હતી. જેને હપ્તો દલાલે નહીં ભરવાનું કહેતા તેમના પર લોખંડની પાઇપ વડે ખરીદનારે હુમલો કર્યો હતો. મકાન ખાલી નહીં કરે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ડરી ગયેલા મકાન માલિકે ફીનાઇલ પી લીધુ હતું. તેમને સારવાર માટે એસએસજીમાં ખસેડાયા હતા.
વાઘોડિયા રોડ પર આવેલી તિરૂપતિનગર સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ નથુભાઈ પરમારને વર્ષ 2023માં રૂપિયાની જરૂરીયાત હતી પરંતુ તેમનું સિવિલ ખરાબ હતું. જેથી તેઓ મકાન મિત્ર મેહુલ અશોક કહાર (રહે.શિવમ પાર્ક વાઘોડિયા રોડ)ને વેચી દિધુ હતું. તેણે મકાન પર રૂ. 25.50 લાખની લોન લીધી હતી. જેના રૂપિયા મળી જતા તેઓએ મકાનનો દસ્તાવેજ કરી નાખ્યો હતો. મેહુલ કહારે તેમને એક વર્ષ બાદ મકાનનો દસ્તાવેજ તેમના નામ પર કરી દેવાનો તથા લોનનો હપ્તો રૂ. 25 હજાર તેમણે ભરવાનો રહેશે તેવી મૌખિક વાતચીત કરી હતી. એક વર્ષ પુરૂ થતા મેહુલ કહારને મકાનનો બાનાખત કરી આપવા કહ્યું હતું પરંતુ તેણે મકાન ખાલી કરવાનું જણાવતો હતો. 13 નવેમ્બરે બપોરે મેહુલ કહારે મકાનની લોનનો હપ્તો 25 હજાર આપવા ફોન કર્યો હતો. 13 નવેમ્બરે સાંજે મેહુલ કહાર મકાનની લોનના હપ્તાની રકમ માગતા તેને ફરીથી બાનાખત કર્યા બાદ આપીશ જણાવતા તેણે જાત વિરુદ્ધ અપશબ્દો સાથે મને ગાળો બોલતો હતો. જેથી તેને ઘરે બેસી શાંતીથી વાત તેણે મકાન માલિકને માર માર્યા બાદ લોખંડની પાઈપથી હુમલો કર્યો હતો. ત્યારબાદ ઘર ખાલી નહી કરે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. મકાન માલિકને મનમાં લાગી આવતા રસોડામા પડેલ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમની પત્નિ નેહા પરમારને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પાણીગેટ પોલીસે મેહુલ કહાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.