Vadodara

વડોદરા : મારા કાકા કોર્પોરેટર છે પોલીસ પણ કઈ કરી શકવાની નથી તેમ કહી મહિલાને મારી નાખવાની ધમકી

તમારે આ રસ્તા પરથી મચ્છી વેચવા નઈ જવાનું એમ કહી મહિલાને માતા અને પુત્રએ માર માર્યો.

તરસાલી વિસ્તારમાં રહેતા માતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ


મચ્છી વેચવાનો ધંધો કરતા મહિલા તરસાલી વિસ્તારમાં વેચાણ કરવા માટે ગયા હતા. ત્યારે માતા અને તેના પુત્રએ તમારે મચ્છી વેચવા આ રસ્તેથી જવાનું નહી તેમ કહી તેણે તથા તેના દિકરાને ઝઘડો કર્યા બાદ માર માર્યો હતો. તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર મારા કાકા કોર્પોરેટર છે પોલીસ કાંઈ કરી શકશે નહીં તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ માતા અને પુત્ર વિરોધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના મકરપુરા ડેપો પાછળ આવેલી શ્રીજી નગર સોસાયટીમાં રહેતા મંગીબેન રામદેવભાઈ માછીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ 16 સપ્ટેમ્બરના રોજ તરસાલીમાં રાઠોડિયા વાસની શેરીમાં હનુમાન મંદીર પાસેના મેઇન રોડ ઉપર માથા ઉપર ટોપલું ભરી મચ્છી વેચવા ગતા હતા. તે સમયે પટેલ ફળીયામાં રહેતા ઉષાબેન પટેલે તેમને બૂમ પાડી ઉભા રખાવ્યા હતા. ત્યારબાદ તેમણે તમારે મચ્છી વેચવા આ રસ્તેથી જવાનું નહી તેમ કહી તેણે તથા તેના દિકરાને બોલાવી ઝઘડો કર્યો હતો અને બેનને પીઠના તથા મોઢાના ભાગે ફેંટો મારી મચ્છી ભરેલી ટોપલી ફેંકી ધક્કો મારી નીચે પાડી દીધી હતી. ઝપાઝપી દરમ્યાન તેમના કાનની બુટ્ટી પણ કયાંક પડી ગઈ હતી અને ત્યાં જ બેસી રહેતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. તેઓ ઉભા થઈ ચાલતા ચાલતા તેઓના ઘરે જઈ તેમના દીકરા અલ્પેશ તથા તેમની વહુ શિવાનીને જાણ કરી હતી. બધા આરોપી ઉષાબેન પટેલના તરસાલી ખાતે ઘરે ગયા હતા અને જણાવ્યું હતું કે તમે તેમના જેવા ગરીબ માણસોના છુટક ધંધા કેમ બંધ કરાવો છો તેમ કહેતા તેઓએ ફરી ઝઘડો કર્યો હતો અને ઉત્કર્ષે માંગીબેને જણાવ્યું હતું કે તારે આ રસ્તેથી નીકળવાનું નહી, નહીતર તારા ટાંટીયા ભાગી નાખશું, રસ્તો બદલી નાખવાનો, ચાલો બધા નીકળો અહીયાથી. ઝપાઝપી દરમિયાન તેમની સોનાની બુટ્ટી પડી ગઈ હતી તેઓએ કોઈને મળી છે કે કેમ ? તે બાબતે પુછતાં આ ઉત્કર્ષે તારો બાપો આપશે, બુટ્ટી જા લઈ લે. જયાં ફરીયાદ કરવી હોય ત્યાં કરો. મારા કાકા ધનશ્યામ પટેલ કોર્પોરેટર છે, પોલીસ કાંઈ કરી શકશે નહી’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે માતા પુત્ર વિરોધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top