વાઘોડિયા રોડ પર આવેલા નારાયણ ડુપ્લેક્સમાં જ ગ્રાહક સુરક્ષા એક્ટિવિસ્ટ એડવોકેટ પુરષોત્તમ મુરજાણીએ રાતના સાડા નવથી દસ વાગ્યાની વચ્ચે પોતાની જ રિવોલ્વર માંથી ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. તેઓએ આપઘાત કરતા પહેલા લાંબી લચક સુસાઇડ નોટ લખીને વાયરલ કરી હતી જેમાં તેની માનેલી દીકરી અને તેની માતાના અતિશય ત્રાસ ના કારણે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે.
વડોદરા શહેરમાં ઘણા લાંબા સમયથી અનેક ગ્રાહકોને ન્યાય અપાવવા સાથે કાયદાની મુશ્કેલીમાં ઉગારનાર તેમજ ગ્રાહક સુરક્ષાના એક્ટિવિસ્ટ પુરષોત્તમ મુરજાણીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લેતા વકીલ આલમ સહિત સમગ્ર પંથકમા ચકચાર મચી જવા પામી છે. જોકે પુરુષોત્તમ મુરજાણીએ આત્મહત્યા કરવાના અડધા પોણા કલાક પહેલા તેમણે લાંબી લચક સ્યૂસાઇડ નોટ લખી સર્કલમા મોકલી આપી હતી. જેમાં તેમની માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સીકલીગરના અતિશય વધી ગયેલા ત્રાસના કારણે કંટાળી આખરે જીવનનો અંત લાવવા માટેનું અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરેલો છે. તેઓએ લખેલી સ્યૂસાઇડ નોટમાં એવું પણ લખેલુ છે કે, શહેરના ચકચારી કેસ કે જેમા સીએ અશોક જૈન અને બિલ્ડર નવલ ઠક્કરની જેવી હાલત કરી તેવી હાલત કરવાની ચીમકી માનેલી દીકરી અને તેની માતા દ્વારા આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરેલો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
વડોદરા : ગ્રાહક સુરક્ષા એક્ટિવિસ્ટ પુરુષોત્તમ મુરજાણીનો પોતાની જ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત…
By
Posted on