પોલીસ સાથે દાદાગીરી અને ઘર્ષણ કરનાર પિતા-પુત્રો સહિત પાંચ શખ્સોની ધરપકડ, બાપોદમાં મોડી રાત્રે જાહેરમાં કેક કાપી- ફટાકડા ફોડી પોલીસના જાહેરનામાનો પણ ભંગ કર્યો હતો.
બાપોદ વિસ્તારમાં મોડી રાત્રીના જાહેરમાં રોડ પર કેક કાપી તથા ફટકડા ફોડ્યા પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. ત્યારબાદ રોડ પર ફટાકડા ફોડવા લાગ્યા હતા જેથી પોલીસ સ્થળ પર પહોંચતા તેમની સાથે પણ ઘર્ષણ કર્યું હતું. જેથી પોલીસ બર્થડે બોય સહિત પાંચ શખ્સોની ધરપકડ આગળની કાર્યવાહી હાથધી છે.
શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ચંદ્રનગર સોસાયટીમાં રહેતા શિવમ કહારનો 12 મેના રોજ જન્મ દિવસ હતો. જેથી લાલી કહાર સહિતના અન્ય કેટલાક શખ્સોએ શિવમ કહારના જન્મ દિવસની ઉજવણી કરવા માટે પ્રભાતનગના નાકા પર મોડી રાત્રીના સમયે જાહેર રોડ પર 20થી 25 જેટલી કેક લાવી બુમાબુમ કરી ચીચીયારીઓ કરતા હતા. ઉપરાંત જાહેર રોડ પર ફટાકડા ફોડી લોકો માટ ત્રાસદાયક કૃત્ય આચરી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. જેથી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તેમને સમજાવવા માટે પહોંચી જતા બંને શિવમ અને લાલી સહિતના શખ્સોએ પોલીસ સાથે પણ દાદાગીરી કરી વેરવર્તન કરી પોલીસની કાયદસરની કાર્યવાહીમાં અવરોધ ઉભો કર્યો હતો. જેથી આ આ શખ્સો સામે ઇપીકો કલમ 332,294()સ 186, 188,143.147,506 હેઠળ ગુનો દાખલ કરીને ચાર શખ્સો શિવમ જતીન કહાર, નરેશન ઉર્ફભે લાલી શિવા કહાર, હર્ષ નરેશ કહાર, આદર્શ નરેશ કહાર તથા અહેમદ ઇસ્માઇલ સૈયદને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.