Vadodara

વડોદરા : માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે પૂર્વ ડેપ્યુટી મેયરની કાર સાથે અકસ્માત કર્યો

વડોદરા ટ્રાફિક પોલીસ વિભાગ ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં સદંતર નિષ્ફળ : પૂર્વ ડેપ્યુટી મેયર

વડોદરા તારીખ 4

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ભારદારી વાહનો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાના બણગા ફૂંકવામાં આવે છે. પરંતુ શહેરમાં ગેરકાયદે પ્રવેશ કરીને આવા ભારદારી વાહનો માતેલા સાંઢની જેમ દોડી રહ્યા છે તેમ છતાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓને નજરે પડતા નથી. ત્યારે રેસકોસ સર્કલ પાસે પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયરની કાર સાથે ડમ્પર ચાલકે અકસ્માત કર્યો હતો. જો કે સદનસીબે પૂર્વ ડેપ્યુટી મેયરનો આબાદ બચાવો થયો હતો. ટ્રાફિક પોલીસ વિભાગ ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં સદંતર નિષ્ફળ નિવડ્યું છે તેવું પૂર્વ ડેપ્યુટી મેયરે આક્ષેપ કરતા જણાવ્યું હતું.

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ભારદારી વાહનો સામે સતત કાર્યવાહી કરવામાં આવતી હોવાનું જણાવવામાં આવતું હોય છે પરંતુ વિવિધ વિસ્તારોમાં ડમ્પર સહિતના ભારદારી વાહનો માટેના સાંઢની જેમ દોડી રહ્યા છે તેમ છતાં ટ્રાફિકના કર્મચારીઓ અને અધિકારીઓને નજરે પડતા નથી. કોઈ અકસ્માત થયા બાદ આ ટ્રાફિક વિભાગનું તંત્ર જાણે ઊંઘમાંથી જાગ્યું હોય તેમ આવા વાહનો સામે કાર્યવાહી કરવા માટે જોતરાઈ જતું હોય છે. ત્યારે આજે 4 જુલાઈ ના રોજ રેસકોર્સ સર્કલ પાસે ડમ્પર ચાલકે પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર એવા સુનીતા બેન શુક્લાની કાર સાથે અકસ્માત કર્યો હતો. જોકે સદનસીબે સુનિતા બેન શુક્લાને કોઈ પ્રકારની ઈજા પહોંચી ન હતી. વહેલી તકે તેઓ કારમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ કાર સેન્ટર લોક થઈ ગઈ હતી. ત્યારે ડેપ્યુટી મેયર સુનિતાબેન શુક્લાએ ટ્રાફિક પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કે ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં ટ્રાફિક પોલીસ વિભાગ સદંતર નિષ્ફળ નીકળ્યો છે. જો અકસ્માત દરમિયાન મારી કારમાં આગ લાગી હોત તો કદાચ મેં કાર સેન્ટર લોક થઈ જવાના કારણે ભડથું થઈ ગઈ હોત. મારે ડ્રાઇવરની બાજુની સીટના દરવાજામાંથી નીકળવું પડ્યું હતું. ભારદારી વાહનોના પ્રવેશ માટે સમય નક્કી કર્યો હોવા છતાં આવા વાહન ચાલકો પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે શહેરમાં પ્રવેશ કરે છે અને અન્ય વાહનો સાથે અકસ્માત કરતા હોય છે. જેમાં ઘણા નિર્દોષ લોકોના મોત પર નીપજ્યા છે. ત્યારે રેસકો સર્કલ પાસે ભારદારી વાહનના કારણે થયેલા અકસ્માત બાદ પોલીસ પર ઘટના સ્થળે દોડી આવી હતી અને ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top