Vadodara

વડોદરા : માતેલા સાંઢની ગતિએ પસાર થઈ રહેલા ડમ્પરના ચાલકને લોકોએ ચખાડ્યો મેથીપાક

વડસર બ્રિજ રોડ સ્કૂલ પાસે કારને અડફેટે લેતા મામલો બિચકયો :

કારને નુક્સાન, ડમ્પર ચાલક નશો કરેલી હાલતમાં હોવાના લોકોએ કર્યા આક્ષેપ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.3

વડોદરા શહેરમાં બેફામ બનેલા ડમ્પરો અકસ્માત સર્જી રહ્યા છે. તેવામાં શનિવારે વધુ એક ડમ્પર ચાલકે કારને અડફેટે લેતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. કાર ચાલકે ડમ્પરના ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. જ્યારે અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

વડોદરામાં ભારદારી વાહનો માટે અમુક સમય મર્યાદા નક્કી કરવામાં આવી હોવા છતાં પણ નીતિ નિયમોને નેવે મૂકી શહેરમાં ડમ્પર ચાલકો માતેલા સાંઢની ગતિએ ડમ્પરો હંકારતા હોય છે. ઘણી વખત આ ડમ્પરો સાથે થયેલા અકસ્માતમાં નિર્દોષ નાગરિકો મોતને ભેટ્યા હોવાના બનાવો પણ બની ગયા છે.

વડોદરા શહેરના વડસર બ્રિજ બિલ્લા બોન્ગ સ્કૂલ પાસે શનિવારે આશરે 10:45 વાગ્યાની આસપાસ ડમ્પરના ચાલકે પસાર થઈ રહેલી કારને ટક્કર મારતા મામલો બિચક્યો હતો. અકસ્માતને લઈ કાર ચાલક રોષે ભરાતા ડમ્પર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. સદ્નસીબે આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ કારને નુકસાન થયું છે. જ્યારે અકસ્માતને લઈ ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા અને ચાલક નશો કરેલી હાલતમાં હોવાના આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બનાવ અંગે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વની બાબત છે કે ઘણી વખત ડમ્પરોના અકસ્માતો સામે આવ્યા છે છતાં પણ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે આ અકસ્માતમાં પણ અકસ્માત સર્જનાર ડમ્પરનો આગળની નંબર પ્લેટ જ ન હતી.

Most Popular

To Top