પ્રતિનિધિ વડોદરા તા.20
ગોરવા વિસ્તારમાં રહેતું દંપતિ ફેક્ટરીમાં નોકરી કરવા માટે જતું હતું ત્યારે ઘરમાં તેમની બે સગીર દીકરીઓ દાદા સાથે રહેતી હતી. દરમિયાન લંપટ દાદા સગીર દીકરીઓના શરીર પર હાથ ફેરવીને શારીરિક અડપલા કરતા હતા. જેની જાણ દીકરીએ માતાને કરી હતી પરંતુ માતાએ દાદા આવું કૃત્ય ના કરે તેવું સમજી વાત ગણકારી ન હતી. જેથી સગીરાએ 181 અભયમ પર ફોન કરીને દાદાની કરતુત બાબતે જાણ કરી હતી. અભયમની ટીમ તેના ઘરે પહોંચી ગઈ હતી અને લંપટ દાદાની કરતુત બાબતે તેમના પુત્ર અને પુત્રવધૂને જાણ કરી હતી. ત્યારે સગીરાના પિતાએ હવે દાદા તેમની સાથે આવી કોઈ કરતુત નહીં કરે તેવી બાયધરી આપી હતી. ઉપરાંત દાદાને પણ ફરીથી આવુ કૃત્ય નહીં કરવા માટે અભયમે તાકીદ કરી હતી.
ગોરવા વિસ્તારમાં રહેતી મહિલાએ બીજા લગ્ન કર્યા હોય તેઓ અગાઉના લગ્ન દરમિયાન થયેલી બે દીકરીઓ તેમની સાથે સાસરીમાં લઈને રહેવા માટે ગયા હતા. દંપતી ફેકટરીમાં નોકરી કરતા હોય સાથે જતા હતા. ત્યારે ઘરે તેમની 13 અને 16 વર્ષની બે દીકરીઓ દાદા સાથે ઘરમાં રહેતી હતી. દરમિયાન વયોવૃદ્ધ દાદા અવારનવાર આ દિકરીઓને શારીરિક સ્પર્શ કરતા રહેતા હતાં. પહેલા બન્ને દિકરીઓને તેમને દાદા લાડ કરવા સાથે લાગણીથી હાથ ફેરવતા હોય તેવું લાગ્યું હતુ. પરંતુ વારંવાર લંપટ દાદા દ્વારા દીકરીઓના શારીરિક અડપલા કરવાના વધી જતાં બંને દીકરીઓને તેમની દાનત બાબતે ખ્યાલ આવી ગયો હતો કે દાદા આવી હરકત જાણી જોઈને કરી રહ્યા છે. રાત્રીના સમયે બંને બહેનો સાથે રૂમમાં સૂઇ રહી હતી તે દરમિયાન દાદા તેમના રૂમમા આવી ગયા હતા અને તેમના શરીર પર હાથ ફેરવીને દીકરી સાથે શારીરિક છેડછાડ કરવાનુ શરૂ કર્યું હતું. રાત્રિનો સમય હોય દિકરી જાગી ગઈ હતી અને તેની માતાને દાદાની કરતુત બાબતે જાણ કરી હતી પરંતુ માતાએ દાદા આવું કૃત્ય ના કરી શકે તેમ જણાવી સુઇ જવા કહ્યું હતું. બીજા દીવસે દિકરી ઘરમાં એકલી હતી ત્યારે દાદાનો ડર લગતા તેઓએ 181 મહિલા હેલ્પ લાઈન પર સંપર્ક કર્યો હતો અને દાદાની આવી હરકત બાબતે જાણ કરી હતી. જેથી અભયમની ટીમ તાત્કાલિક ગોરવા વિસ્તારમાં રહેતી સગીરાના ઘરે પહોંચી ગઈ હતી અને દાદાને આવી શરમજનક હરક્ત કરવા બદલ ઠપકો આપ્યો હતો. સગીરાના પિતાએ બાંયધરી લીધી હતી કે હવે પછી તેમના પિતા એટલે કે દાદા સગીરાની કોઈ પજવણી કશે નહી. જેના કારણે દિકરીઓ સાથે પણ આગળ કોઈ હરકત નહીં કરવી દાદાને તાકીદ કરાઈ હતી.
