સોશિયલ મીડિયા પરથી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું
ગોત્રી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને એક દિવસન રિમાન્ડ મેળવ્યાં
પ્રતિનિધિ વડોદરા તા.4
ગોત્રી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયા પરથી મિત્રતા કેળવ્યાં બાદ વારંવાર દુષ્કર્મ ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આરોપીનું મેડિકલ કરાવીને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રહેતા ઓમકાર મધુભાઇ સોલંકી (ઉં.વ.22) સોશિયા મીડિયા પરથી ગોત્રી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે સંપર્કમાં આવ્યો હતો અને એકબીજાના મોબાઇલ નંબરની મેળવી લીધા હતી. ત્યારબાદ સતત ફોન પર ચેટિંગ તથા કોલથી વાતો કરતા રહેતા હતા. જેથી બંને વચ્ચે સંબંધ ગાઢ બન્યાં હતા. 6 મહિનાથી બંને વચ્ચે પ્રેમસંબંધ હોય સગીરાને ફરવા લઇ જવાના બહાને ઇકો ચાલક ઓમકાર સોલંકીએ સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ફોન પર વાત કરતી સગીરાના તેના માતા પિતા જોઇ જતા તેની પુછપરછ શરૂ કરી હતી. જેથી સગીરાએ તેના માતા પિતાના તમામ હકીકતથી વાકેફ કર્યાં હતા ત્યારે તેના પરિવારના સભ્યોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસ દ્વારા આરોપી ઓમકાર સોલંકીની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ તેનું મેડિકલ પણ કરાવવામાં આવ્યાં હતા. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરવા માટે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની માગણી કરતા મેજિસ્ટ્રેટ દ્વારા તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.