Vadodara

વડોદરા માટે ગોઝારો ગુરૂવાર, નવાયાર્ડ વિસ્તારમાં ટ્રક ચાલકે અડફેટે લેતા નિવૃત્ત રેલ્વે કર્મચારીનું મોત

, ટ્રકના પૈડા માથા પર ફરી વળ્યા

વડોદરા તા.8
વડોદરા શહેર માટે આજે ગુરૂવાર ગોઝારો સાબિત થયો છે. વડસર બ્રિજ એરપોર્ટ સર્કલ અને ત્યારબાદ ફતેગંજ વિસ્તારમાં બેફામ દોડતા ટ્રક ચાલકે મોપેડ સવાર નિવૃત રેલવે કર્મચારીને અડફેટમાં લીધા હતા. નીચે ફટકાયા બાદ વૃદ્ધ ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતા તેમના માથા નો ભાગ છૂંદાઈ ગયો હોય તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ફતેગંજ પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરે અકસ્માત થયો હતો. પોલીસે તુરંત દોડી આવી લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે.

વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો ઉપરા છાપરી બની રહ્યા છે. ત્યારે 8 જાન્યુઆરીના રોજનો ગુરુવાર વડોદરા માટે કપરો સાબિત થયો છે. આજે વહેલી સવારથી ભારદારી વાહનોએ અક્સ્માત સાથે દિવસની શરૂઆત કરી હતી. જેમાં વડસર બ્રિજ પાસે ડમ્પરે અડફેટે લેતા પાલિકાના ડમ્પરે સાઇકલસવાર વૃદ્ધને અડફેટે લીધા હતા. જેમાં તેમનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું.

વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ પાસે અમિતનગર સર્કલથી પુરપાટ ઝડપે આવી રહેલા આઇસર ચાલકે અમિતનગર પહેલા ઝાડને ટક્કર મારી હતી. ત્યારબાદ એક રાહદારી, બે બાઇક અને એક કારને પણ અડફેટમાં લીધા હતા. જેમાં વૃદ્ધ રાહદારી મૃતક હસમુખભાઈ સોમાભાઈ વણકર નું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું જ્યારે અન્ય એક બાઈક ચાલક દિલીપભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા છે.

ત્યારે ગુરૂવારના ત્રીજો અકસ્માત નવાયાર્ડ વિસ્તારમાં થયો હતો. જેના છાણી ટીપી 13 વિસ્તારમાં આવેલી ગોવર્ધન પાર્ક સોસાયટી રહેતા રાજુભાઈ પરમાર હાલમાં રેલવેમાંથી રિટાયર્ડ થયા બાદ નિવૃત્ત જીવન ગુજારતા હતા. દરમિયાન આજે ગુરૂવારના રોજ પોતાની એકટીવા લઈને પસાર થતા હતા ત્યારે ફતેગંજ પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરે ટ્રક ચાલકે નિવૃત્ત રેલવે કર્મચારીને અડફેટે લીધા હતા. જેમાં તેઓ રોડ પર પટકાતા તકના પાછળના ટાયર નીચે આવી જતા તેમનું માથું છુંદાઈ ગયું હતું. ગંભીર ઇજાના કારણે તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ફતેગંજ પોલીસે તુરંત સ્થળ પર દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક લોકોએ ટ્રક ચાલકને પકડી લીધો હતો. જેથી પોલીસે ચાલક વિરુધ્ધ ગુનો નોંધ્યો છે.

Most Popular

To Top