Vadodara

વડોદરા : માંતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે ટ્રાફિક પોલીસના પુત્રનો જ ભોગ લીધો

સોમાતળાળ વિસ્તારમાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા 17 વર્ષીય સગીરનું મોત, અન્ય ગંભીર,

ડમ્પરના પૈડા ફરી વળતા શરીરના અવશેષો રોડ પર વિખેરાયાં

પ્રતિનિધિ વડોદરા તા.4

શહેરમાં માંતેલા સાંઢને જેમ દોડતા ભારદારી વાહને હવે ખુદ ટ્રાફિક પોલીસના કર્મચારીના પુત્રનો ભોગ લીધો છે. ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલના 17 વર્ષીય પુત્ર પાડોશીની બાઇક પર બેસી સોમાતળાવ પાસે ઝેરોક્ષ કઢાવવા માટે જતો હતો. તે દરમિયાન કૃત્રિમ તળાવ પાસે નશામાં ધૂત ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા લીધા બાદ તેના શરીર પર ડમ્પરના પૈડા ફરી વળતા ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક ચાલકને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.

ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર આવેલા ગીત ટેનામેન્ટમાં રહેતા ખુલજીભાઇ જગુભાઇ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે હુ ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છુ.3 ડિસમ્બરના રોજ રાત્રીના 10 વાગ્યાના અરસામાં અમારી પાડોશમાં રહેતા મહેન્દ્રભાઇ શર્મા સાથે મારો પુત્ર જયંત રાઠવા સોમાતળાવ ખાતે ઝેરોક્ષ કઢાવવા માટે ગયા હતા. ત્યારે સોમાતળાવ રોડ પરથી કૃત્રિમ તળાવવાળા રોડ પરથી મારો પુત્ર અને મહેન્દ્રભાઇ પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન ડમ્પર ચાલકે પાછળથી તેમની બાઇકને ટક્કર મારી હતી. જેમાં પુત્ર સહિત બંને જણા રોડ પર પટકાયા હતા. જેમાં મહેન્દ્રભાઇ શર્મા રોડની સાઇડમાં ફંગોળાઇ ગયા હતા. જ્યારે મારા પુત્ર જયંત પર ડ્મ્પર ચલાવી દીધું હતું. અકસ્માત અંગે મારી પત્નીના મોબાઇલ પર જાણ થતા અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારે સોમાતળાવ કૃત્રિમ તળાવ ખાતે રોડ પર મોટી માત્રામાં ટોળુ જામેલું હતું. જેથી અમે ગંભીર હાલતમાં સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યારે હોસ્પિટલમાં હાજર તબીબો દ્વારા મારા પુત્રને મૃત જાહેર કર્યો હતો.જ્યારે ઇજાગ્રસ્ત મહેન્દ્રભાઇ શર્માને સોમાતળાવ ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. કપુરાઇ પોલીસ દ્વારા નશામાં ધૂત ડમ્પર ચાલકની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે ડમ્પર ચાલકને ટોળાએ માર માર્યો હોય તેણે પણ ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top