અધિકારીઓ નહિ સાંભળતા આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકી :
અધિકારીઓ કહે છે કે, મેન સ્વીચ બંધ કરી દો લાઇટ બિલ નહી આવે ના મહિલાઓએ કર્યા આક્ષેપ :
સ્માર્ટ વીજ મિટરને લઇ અનેક લોકો સખત વિરોધ કરી રહ્યા છે.ત્યારે માંજલપુર વીજ કચેરીએ પહોંચેલી મહિલાઓએ સ્માર્ટ વીજ મીટર લઇને વિરોધ કર્યો હતો. મહિલાઓએ કહ્યુ અમારા જૂના મિટર પાછા આપો અને નવા મિટર કાઢી નાખો તેવી માંગ કરી હતી.
વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ સ્માર્ટ વીજ મીટરને લઇ વિરોધ થતો જોવા મળ્યો હતો. ત્યારે માંજલપુર વીજ કચેરીએ મહિલાઓએ સખત વિરોધ કર્યો હતો. માંજલપુર કોતર તલાવડી પાસે આવેલ તુલજાનગર ની મહિલાઓએ જણાવ્યુ કે વીજ કચેરીના અધિકારીઓ અમને પૂછ્યા વગર મીટર બદલી જાય છે. જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યારે અધિકારીઓ એવુ કહે છે કે, મેન સ્વીચ બંધ કરી દો લાઇટ બિલ નહી આવે તેવા આક્ષેપ મહિલાઓ કરી રહી છે. માંજલપુર તુલજાનગરની મહિલાઓએ વધુમાં કહ્યુ કે અમને સ્માર્ટ મીટર નથી જોયતા અમને અમારા જુના મીટર પાછા આપો, સાથે સાથે જીઈબીના અધિકારીઓ પંખામાં બેસીને મજા કરે છે. અમારી વાત સાંભળવા કોઈ તૈયાર નથી, તો રજૂઆત કરવી કોને ? જો આવનાર થોડા દિવસમાં સ્માર્ટ વીજ મીટર નહી હટાવે તો આત્મ વિલોપન ચિમકી પણ આપી છે.