Vadodara

વડોદરા : માંજલપુર વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જેલ ભેગો

પ્રતિનિધિ વડોદરા તા.12

જાણે કાયદાનો કોઇને ડર રહ્યો ન હોય તેમ આરોપીઓ બિન્દાસ્ત રીતે ગંભીર એવા દુષ્કર્મ સહિતના ગુનાને બિન્દાસ્ત રીતે અંજામ આપી રહ્યા છે. ત્યારે ભાયલી ગેંગરેપની ઘટનાએ ચકચાર જગાવ્યા બાદ માંજલપુર વિસ્તારમાં પણ લઘુમિત કોમના યુવકે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પુરા થતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો છે. આગામી દિવસોમાં જે ઘરમાં દુષ્કર્મ ગુજાર્યું હતું તેના મિત્રનું પણ નિવેદન લેવામાં આવશે.

મૂળ કરજણ તાલુકાનો અને વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા વાઝિદશા ઇદ્રીશશા દેવાને સોશિયલ મીડિયાના માધ્યમ પરથી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ તેને મળવાના બહાને લઘુમતિ કોમનો યુવત સગીરાને તેના મિત્રને ઘરે લઇ જતો હતો. ત્યાં અવાર નવાર તેના પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતો હતો. હાલમાં નવરાત્રી ચાલી રહી હોય ત્યારે સગીરાને તેની સાથે ફોટા પડાવવા માટે હેરાન પરેશાન કરતો હતો. જેથી કંટાળી ગયેલી સગીરાએ તેના માતાને જાણ કરી હતી. જેથી માતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી અને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે તેના એક દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓ વાઝીદશા દેવાનના રિમાન્ડ પૂરા થતા પોલીસે આરોપીને ફરી કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવા હુમક કરતા હાલમાં આરોપી જેલમાં ધકેલાયો છે. બીજી તરફ આરોપી સગીરાને તેના મિત્રને ઘરમાં લઇને જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી પોલીસે તેના મિત્રનો કોઇ રોલ આ ઘટના છે તેની તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં તેને નિવેદન માટે પણ બોલાવવામાં આવશે તેવુ સુત્રોમાંથી જાણવા મળ્યું છે..

Most Popular

To Top