વડોદરા તારીખ 20
માંજલપુર વિસ્તારમાં દસ દિવસ પહેલા બે સંતાનની માતાએ પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળી બિલ્ડીંગના સાતમા માળેથી નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. પરિણીતાના ભાઈએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ સહિત સાસુ અને નણંદ વિરુદ્ધ આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે સ્વામી સહજાનંદ નગર સોસાયટીમાં રહેતા પ્રવીણ મધુકર કદમ સાથે સુરત ખાતે રહેતી મનિષાબેનના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ વર્ષ 2006માં થયા હતા. લગ્ન કર્યા બાદ એક છોકરો ઈશાન તથા દિકરીને લઈને સાસરીમાં તેનો પતિ તથા તેના સાસુ શકુતલાબેન તથા તેની નણંદ નીલાબેન સંજયભાઈ વસતભાઈ ભોસલે સાથે રહેતી હતી. પતિ સહિત સાસરિયા હોય મનિષાબેન ને ત્રણ-ચાર વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ વર્ષ 2009 થી તેમનો પતિ , સાસુ તથા તેની નણંદ ઘરકામ બાબતે તેમજ કોઈને કોઈ બહાનું કાઢીને શારીરીક માનસિક ત્રાસ આપતા હતા અને મારઝુડ પણ કરતા હતા. તેઓ પિયર સુરત ખાતે જતા હતા ત્યારે તેમના ભાઈને તમામ હકીકત જણાવતા હતા કે તેને ઘરમાં ઘણો ત્રાસ આપવામાં આવી રહ્યો છે પરંતુ ઘર સંસાર બગડે નહી માટે પિયરીયા સમજાવીને મોકલતા હતા. મનીષાબેનની નણંદ નીલાબેન સાસરીમાં જતી ન હતી અને મનીષાબેન ના પતિને ચઢાવતી હતી. પતિ તેમની મારઝુડ કરતો હતો અને તેની સાસુ મનિષાબેનને ઘરમાંથી કાઢી મુકવા કંકાસ કરતા હતા અને મહેણા ટોણા મારતા હતા. પતિ સહિત સાસરિયાનો ત્રાસ અસહ્ય થઈ જતા કંટાળી ગયેલા મનિષાબેન 10 નવેમ્બરના રોજ બપોરના આશરે બેએક વાગ્યાના સુમારે એમના ઘરથી એક કિલોમીટરના અંતરે આવેલી શ્રીકુંજ હાઈટસના સાતમા માળેથી નીચે નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. જેથી મનિષાબેનના સુરત ખાતે રહેતા ભાઈ ધર્મેશભાઈ સુરેશભાઈએ પ્રવીણભાઈ મધુકર કદમ, શકુંતલા બેન કદમ મન્ને તથા નીલાબેન સંજયભાઈ દ્વારા ગુજારવામાં આવેલા અસહ્ય ત્રાસના કારણે કંટાળીને જ તેમની બહેને આપઘાત કરી લીધો હતો. પતિ સાસુ અને નણંદ એ જ તેને આત્મહત્યા કરવા મજબૂર કરી હોય નિશાબેન ના ભાઈએ ત્રણેય વિરુધ્ધ આપઘાત કરવા દુષ્પ્રેરણા આપી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.